Gujarat

શડલા ગામના શિક્ષકે રમતા ભણો, ગણતા ભણોની નીતિથી બાળકોમાં રૂચિ પેદા કરી

સુરેન્દ્રનગર
સમગ્ર દેશમાં કોવિડ ૧૯ મહામારીના કારણે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતુ. એમાં પણ ખાસ કરીને તે સમયથી લઇને અત્યાર સુધીમાં ધોરણ એકથી પાંચમાં ઓફલાઇન શિક્ષણ થોડા સમય માટે શરૂ કરીને ફરી કોરોનાના કેસો વધતા બંધ કરવામાં આવ્યું છે. ત્યારે “હજારો નિરાશાઓ વચ્ચે પણ એક અમર આશા છુપાયેલી છે” એ ઉક્તિને પોતાના અનોખા શિક્ષણથી પાટડી તાલુકાના શડલા ગામના નવઘણભાઇ ઠાકોરે યથાર્થ ઠેરવી છે. તેઓ ધોરણ ૧-૨માં પ્રજ્ઞા ગુજરાતી ભાષા વિષય શેરી શિક્ષણ અંતર્ગત બાળકોને અવનવા પ્રયોગો દ્વારા રસપ્રદ રીતે ભણાવે છે. જૂના સમયમાં જ્યારે મોબાઇલ ફોન કે કમ્પ્યૂટર નહોતા ત્યારે બાળકો પરંપરાગત રમતો જેવી કે ભમરડા, લખોટી, કોડી, પત્તા અને લંગડી જેવી રમતો રમતા. જેનાથી તેમનું શરીર સૌષ્ઠવ પણ સારૂ બનતું અને સંપની ભાવના પણ વિકસતી હતી. શડલા ગામના પ્રાથમિક શાળાના શિક્ષક નવઘણભાઇ ઠાકોર આવી જ રીતે લંગડીને રમતને શિક્ષણ સાથે અદભૂત રીતે એવી સાંકળી લીધી કે, બાળકો રમતા જ ધરાતા નથી. અગર કહો કે, ભણતા ધરાતા જ નથી. આવા ગુરૂજનો જ “શિક્ષા કે હિત મેં શિક્ષક” સૂત્રને ચરિતાર્થ કરે છે. આવા ગુરૂજનોને કારણે જ શિક્ષણ જગતમાં આશાનો દીવડો પ્રજ્વલિત રહ્યાં કરે છે.પાટડી તાલુકાના શડલા ગામના સરકારી શાળાનો અનોખા શિક્ષકે “રમતા ભણો, ગણતા ભણો”ની શેરી શિક્ષણની પદ્ધતિથી બાળકોને ભણવાનું વળગણ લાગ્યું હતુ. આ સરકારી શિક્ષકે મેદાનમાં ખાના બનાવી લંગડીની રીતથી બાળકોને મૂળાક્ષરો શિખવ્યા અને ગળામાં લટકાવવાના કાર્ડ બનાવી બાળકોને શિક્ષણમાં રૂચી વધારી હતી. આ અંગે શિક્ષક નવઘણભાઇ ઠાકોર જણાવે છે કે, આ અનોખી રીતથી બાળકોને શેરી શિક્ષણમાં ભણવાનો ગજબનો ક્રેઝ શરૂ થયો છે તેમજ શડલાના બાળકો કોરોનાના કપરા સમયગાળામાં પણ શિક્ષણને ભુલ્યા નથી. આનાથી શિક્ષણ પ્રત્યેની રૂચીમાં સતત અવિરત વધારો થયો છે. મેદાનમાં ખાના બનાવી લંગડી પદ્ધતિ અને ગળામાં કાર્ડ લટકાવી દ્રઢીકરણથી મૂળાક્ષરો શિખવાની પદ્ધતિથી બાળકોને શિક્ષણ પ્રત્યેની રૂચિમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે આ અંગે શડલા પ્રાથમિક શાળાના આચાર્ય હરેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, આ આદર્શ શિક્ષકની અનોખા શિક્ષણની સુવાસ જીલ્લાભરમાં જ નહીં પણ દરેક જગ્યા સુધી ફેલાઇ છે. અને કોરોનાના કપરા કાળમાં પણ આ અનોખી શિક્ષણ પધ્ધતિથી બાળકોને શેરી શિક્ષણનું ગજબનું ઘેલુ લાગ્યું છે.કોરોનાની મહામારીમાં ધો.૧થી ૫નું પ્રાથમિક શિક્ષણ ફરીથી બંધ કરવામાં આવ્યું છે. આના પહેલા પ્રથમ કોલેજ, બાદમાં ધોરણ ૯થી ૧૨ અને છેલ્લે ધોરણ ૫થી ૮નું ઓફલાઇન શિક્ષણ કરાયું હતુ અને ધોરણથી ૧થી ૫ના બાળકોને શેરી શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે પાટડી તાલુકાના શડલા ગામના સરકારી શાળાના શિક્ષકે “રમતા ભણો, ગણતા ભણો”ના વિચાર હેઠળ શેરી શિક્ષણથી બાળકોને ભણવાનું વળગણ લગાડ્યું હતું.આ સરકારી શિક્ષકે મેદાનમાં ખાના બનાવી લંગડીની રીતથી બાળકોને મૂળાક્ષરો શિખવ્યા અને ગળામાં લટકાવવાના કાર્ડ બનાવી બાળકોની શિક્ષણમાં રૂચી વધારી હતી.

Learn-to-play-learn-to-count.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *