ગિરગઢડા
ભરત ગંગદેવ
શાળા કક્ષાના યુવક મહોત્સવની અભિનવ વિદ્યા મંદિર ગીર ગઢડા ખાતે તાજેતરમાં ઉજવણી થયેલ. જેમાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સમૂહ ગીત તેમજ અન્ય સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને પોતાની કલા અને શ્રેષ્ઠતા થકી સૌને મંત્રમુગ્ધ કરેલ. સહ અભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને ક્ષમતાઓ ને વિકસવાનો એક આયામ મળે છે. સાચે જ કહેવાયું છે કે child is the father of man.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર અભિનવ શાળા પરિવાર સામેલ રહ્યો. સમગ્ર કાર્યક્રમ ની ઉજવણી દરમિયાન સામાજિક અંતર અને કોરોના અંગેની સાવચેતી અંગેપૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો.


