Gujarat

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ અધ્યાપક મંડળના આગેવાનો સાથે બેઠક કરી

અમદાવાદ
ગાંધીનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ અધ્યાપક મંડળના આગેવાનો સાથે બેઠક કરી તેમના પડતર પ્રશ્નોને લઈને ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં ટ્રીપલ સીસીસીની પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી. તે ઉપરાંત કોલેજાેમાં આચાર્યની ભરતી કરવામાં આવશે તેવો પણ ર્નિણય કરવામાં આવ્યો છે. કોલેજાેમાં ખાલી પડેલી જગ્યાઓ પર આચાર્યની ભરતી કરવામાં આવશે.જેના કારણે ૩ હજારથી વધુ અધ્યાપકોને લાભ થશે. જ્યારે ૨૦૧૬થી બંધ સીએએસ સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં ૧-૧-૨૦૧૬થી તમામ કોલેજના અધ્યાપકોના પ્રમોશન સીએએસ એટલે કે કેરિયર એડવાન્સ સ્કિમ સ્થગિત કરવામાં આવશે. સરકારની વિચારણા બાદ તેને પુનઃ સ્થાપિત કરવામાં આવશે. આ સંદર્ભમાં સાતમા પગાર પંચનો શિક્ષણ વિભાગનો ઠરાવ દૂર કરવામાં આવ્યો છે. જેનાથી ૩,૦૦૦ અધ્યાપકોને સીધો ફાયદો થયો છે. કોલેજના અધ્યાપકોના પ્રમોશન માટે સીસીસી પરીક્ષા તેમજ હિંદી અને ગુજરાતની પરીક્ષાના ફરજિયાતના નિયમો હતાં. શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યું કે આ નિયમો પણ દૂર કરાશે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં કોલેજના અધ્યાપકોના જે પડતર પ્રશ્નો હતા તેનું આજે નિરાકરણ આવ્યું છે. હવે નિવૃત અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ પણ મળશે. આ અંગે નાણામંત્રી કનુભાઈ સાથે નાણા વિભાગની પણ ચર્ચા થઈ છે. સરકારે લીધેલા ર્નિણયો અંગે પ્રો.પ્રજ્ઞેશ શાહે જણાવ્યું કે સરકારે લીધેલા ર્નિણયો લાંબા સમયથી અધ્યાપકોના પડતર પ્રશ્નો હતા. આના કારણે સીધી રીતે રાજ્યના ૧૦,૦૦૦ જેટલા કોલેજના અધ્યાપકોને લાભ થવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *