Gujarat

શેઠ પી.ટી. સાયન્સ કોલેજના ૯૩૦ વિદ્યાર્થીઓ ૧૮ બસો મારફતે નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં જવા રવાના થયા

પંચમહાલ
૩૬મી નેશનલ ગેમ્સમાં હજારો રમતવીરો ભાગ લઈ રહ્યા છે. જેમાં ગુજરાત રાજ્યના સૌથી વધુ રમતવીરો આ સ્પર્ધામાં સામેલ થવા જઈ રહ્યા છે. રાજ્યમાં પહેલીવાર નેશનલ ગેમ્સ યોજાઇ રહી છે, જેમાં અમદાવાદ ખાતે નમો સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજ શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ૯૩૦ જેટલા વિદ્યાર્થીઓ આજ રોજ અમદાવાદ ખાતે યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં ગોધરા ખાતેથી ૧૮ જેટલી બસ મારફતે રવાના થયા હતા. કોલેજના સ્ટાફ સહિતના લોકો ગોધરા ખાતેથી રવાના થયા હતા .જેમાં પંચમહાલ જિલ્લામાં ફાળવેલી ૧૫૦ બસમાંથી ગોધરા શહેરમાં ૩૪ અને ગ્રામ્ય લેવલમાં ૧૫ જેટલી બસો મળી કુલ ૪૯ બસમાં જે સ્પોર્ટ્‌સના વિદ્યાર્થીઓ છે, તેવા તમામ વિદ્યાર્થીઓને ગોધરા ખાતેથી કીટ સહિત પાણીની વ્યવસ્થા સાથે અમદાવાદ ખાતે યોજાનારી ૩૬મી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે મોકલી આપવામાં આવ્યા હતા.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *