Gujarat

સત્ર પહેલા કોંગ્રેસના ધારસભ્યોએ વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવ્યો હતો

અમદાવાદ
વિધાનસભા સત્ર પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. સત્ર પહેલા કોંગ્રેસના ધારસભ્યોએ વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોઈકે બેનર પહેરી તો કેટલાકે ભાજપ વિરોધ નારા લગાવી વિરોધ કર્યો હતો. વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ પ્રવચન શરૂ થતા જ ‘ભાજપ તારા રાજમાં ડ્રગ માફિયા મોજમાં’, ‘કોંગ્રેસે ગૃહમંત્રી રાજીનામું આપે..’ના નારા લગાવ્યાં હતા. સાથે જ પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિધાનસભા ગૃહમાં રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા જ કોંગ્રેસનો હોબાળો પણ શરૂ થઈ ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલા નાના ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ થતાં પ્રતિકાત્મક વિરોધ કરવા પહોંચ્યા હતા. જ્યારે શૈલેસ પરમારે જણાવ્યું કે, સરકારનો પેપરલીક કાંડ અને પોલીસનો ખંડણી કાંડના મુદ્દે ચર્ચા કરીશું. વિધાનસભા ગૃહના માહોલની વાત કરીએ તો ત્યાં ભાજપના સભ્યો શાંત જાેવા મળ્યા હતા જ્યારે કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયેલા હતા. કેટલાક સભ્યો પોતાની બેઠક છોડી વેલ તરફ ઘસી ગયા હતા. સરકારને ઘેરવાની રણનીતિ અંગે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. ગુજરાતના પ્રાણ પ્રશ્નો અને વિકટ સ્થિતિ અંગે સત્રમાં ચર્ચા કરીશું. પેપર કાંડ, ખંડણી કાંડ, કોરોનામાં કરેલ કાંડ અને ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આક્રમક રહેશે. અમારો સંપૂર્ણ પ્રયત્ન રહેશે કે વિધાનસભામાં ગુજરાતના પ્રશ્નોને ઉજાગર કરીએ. ભાજપ વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરાવવાથી ડરે છે. લોકશાહીના મંદિર માં ધારાસભ્યોનો અવાજ દબાઈ રહ્યો છે. રાજ્યસભા, લોકસભાનું પ્રસારણ થાય છે તો વિધાનસભાનું કેમ નહીં. ભાજપના ધારાસભ્યો માત્ર ચિઠ્ઠી લખી આપવામાં આવે એટલું જ બોલે છે. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિધાનસભામાં અનોખો દેખાવ જાેવા મળ્યો હતો. તેઓએ જણાવ્યું કે, અમદાવાદમાં ૩ હજારથી વધુ ટેક્સટાઈલ યુનિટો બંધ. નાના ઉદ્યોગો બંધ થતાં કારીગરો બેરોજગાર બન્યા છે. અમદાવાદમાં થતું કામ આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. સરકારનું ધ્યાન દોરવા માટે માટે પોસ્ટર લઈ વિધાનસભા આવ્યો છું. જીપીસીબી અને તંત્રની હેરાનગતિના કારણે ફેકટરીઓ બંધ થઈ છે. બજેટમાં એવી યોજના આવે કે જેનાથી ઉદ્યોગો બેઠા થાય. નવી સરકાર રચાયા બાદ પ્રથમ બજેટ રજૂ કરવાનો નવી સરકારમાં અનોખો ઉત્સાહની સાથે ઉચાટ જાેવા મળી રહ્યો છે. નાણા મંત્રી કનુ દેસાઇના બજેટમાં આગામી વિધાનસભાની ચૂંટણીના ચોક્કસપણે પડઘા જાેવા મળશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના વિકાસ તેમજ શિક્ષિત બેરોજગારોને રોજગારી મહિલાઓ માટે વિશેષ યોજનાઓ લઈને આવશે. આ વખતમાં બજેટ દરમિયાન કોઈપણ વધારાના વેરા સરકાર દ્રારા નાખવાનું આયોજન નહીં હોવાના સંકેત મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *