મકસુદ કારીગર,કઠલાલ
તા.૨૬/૦૧/૨૦૨૨ના રોજ સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે ૭૩મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના આચાર્ય ડૉ. સુરેશ ગઢવી, કોલેજના પી.ટી.આઈ. ડૉ. એલ.ટી. કેયુર મકવાણા તથા કોલેજનો સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કોલેજના આચાયૅ ડૉ. સુરેશ ગઢવીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આચાર્યશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કરતા ગણતંત્ર દિવસનો મહિમા સમજાવ્યો હતો. ધ્વજવંદન બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં NCC અને NSSના વિદ્યાથીઓ જોડાયા હતા. તે પછી ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ ની મીટીંગ તથા વાલીમીટીંગ પણ યોજાઈ હતી. જેનું આયોજન ડૉ. નેહા ચૌહાણ દ્વારા કરાયું હતું.


