Gujarat

સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

5 મી સપ્ટેમ્બર (શિક્ષક દિન) નિમિત્તે સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી . જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 23 વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શાળામાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું અને શિક્ષણ કાર્ય કરવાનો અનુભવ મેળવ્યો હતો. જેમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પટેલ હેત અશોકભાઈએ આચાર્ય તરીકેની તથા સોઢા યુવરાજ અને ચૌહાણ નિકુંજ કુમારે સેવક તરીકેની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે સર્વ શિક્ષક મિત્રોએ પોતપોતાના શૈક્ષણિક કાર્યના અનુભવો રજૂ કર્યા હતા. અંતે નાસ્તો કરીને સર્વે છૂટા પડ્યા હતા. સેવક તરીકેની ભૂમિકા ભજવનાર બંને વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય એસ.જી. પટેલે સર્વ શિક્ષક મિત્રોને શિક્ષકદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પી. એ કિશ્ચિયને કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *