Gujarat

સલાયા ગામે પૈસાની લેતી-દેતીમાં ૪ શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો

જામનગર
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે પૈસાની ઉઘરાણી બાબતે ૪ શખ્સો દ્વારા પતિ-પત્ની તથા સાળા પર હુમલો કરાયો હતો. નોંધનીય છે કે સલાયા ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ૪૮ વર્ષીય મુસ્લિમ વાઘેર આધેડ સિદ્દીકભાઈ તાલબભાઈ રાજાને સલાયામાં જ રહેતા અયુબ સંઘાર ઉર્ફે ચા વાળો, અહેમદ અયુબ સંઘાર, મામદ ઉર્ફે મમું અયુબ સંઘાર અને અબુ મામદ સુંભણીયા નામના ૪ શખ્સોએ અભદ્ર શબ્દો બોલી બિભત્સ ગાળો કાઢી, છરી વડે હુમલો કરતા સલાયા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદી સિદ્દીકભાઈએ આરોપી અયુબ સંઘારની દુકાનેથી આશરે ત્રણેક વર્ષ પહેલા રૂપિયા દોઢેક લાખની કિંમતનો ઈલેક્ટ્રીકનો માલ સામાન ખરીદ્યો હતો. જે પૈકી તેમને રૂપિયા ૧૮ હજાર આપવાના બાકી નીકળતા હતા. જેમાં ફરિયાદી સિદ્દીકભાઈ કામ ધંધો ઓછો ચાલતો હોવાથી આ બાકી રહેતી રકમ અયુબને સમયસર ચૂકી નહોતા શક્યા. જેથી આ બાબતનો ખાર રાખી, ચારેય આરોપીઓએ તેમને બિભત્સ ગાળો કાઢી, માર માર્યો હતો. તેમજ સિદ્દીકભાઈને છોડાવવા આવેલા તેમના પત્ની હસીનાબેન ઉપરાંત તેમના સાળા રજાકભાઈ પર પણ છરી વડે હુમલો કરતા તેમને આંગળીમાં ટાંકા આવ્યા હતા. આમ, પૈસાની ઉઘરાણી બાબતે ૪ શખ્સો દ્વારા પતિ-પત્ની તથા સાળા પર કરવામાં આવેલા હુમલાના બનાવ અંગે સલાયા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૩૩૭, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Four-people-attack-a-family.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *