પાટણ
પાટણના સાંતલપુર તાલુકાના બાબરા ગામના પાટીયા નજીક નેશનલ હાઈવે ઉપર ગેરકાયદેસર કોલસાનો કાળો કારોબાર કરવામાં આવતો હોવાની બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ ટીમે વોચ રાખીને ઓચિંતી રેડ કરી હતી. જેમાં સ્થળ ઉપરથી વિજિલન્સની ટીમે ૩ ટ્રેલર, ૩ કાર, ૩ બાઈક, ૮ મોબાઈલ, ૨ હિટાચી મશીન સહિતના અંદાજે કુલ રૂપિયા ૨ કરોડ ૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમ દ્વારા ૬ આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બાબતે વધુ વિગતો વિજિલન્સ ટીમ દ્વારા ફરિયાદ નોંધ્યા બાદ પ્રાપ્ત થશે તેવું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.. નોંધનીય છે કે ગેરકાયદેસર માફિયાઓ દ્વારા આ લિગ્નાઇટ કોલસાની ચોરી કરી તેને દેશભરમાં સપ્લાય કરવામાં આવતો હતો. ઉપરાંત કરોડો રૂપિયાના આ કારોબારમાં અનેક લોકો સંડોવાયેલા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે..સાંતલપુર તાલુકાના બાવળા ગામના પાટીયા પાસે લિગ્નાઈટ કોલસાનો ગેરકાયદેસર કારોબાર ચાલતો હોવાની બાતમી વિજિલન્સની ટીમને મળી હતી. જેના આધારે રેડ કરી રૂપિયા ૨.૧૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ ઉપરથી ૬ આરોપીઓને પકડી કોલસાના કારોબારનો વિજિલન્સની ટીમે પર્દાફાશ કરતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.


