Gujarat

સાંસદશ્રીએ જિલ્લામાં વિવિધ યોજનાઓની અમલવારી તેમજ તેના લક્ષ્યાંકો અંગે સમીક્ષા કરી

નગર સેવક અફઝલ પંજા દ્વારા નગરપાલિકા પર આકરા પ્રહાર બાંધકામ મા ” એક ને ગોળ બીજાને ખોળ કેમ? “
  ગિરગઢડા
  ભરત ગંગદેવ
વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા નું 2022-23 નું બજેટ રજૂ કરવામાં આવેલ હતું.જેનું કોંગી નગરસેવક દ્વારા આ બજેટ નું વિરોધ કરવામાં આવેલ છે.આ બજેટ 82 કરોડ જેટલું આંકવામાં આવેલ હતું.જેમાં વેરાવળ પાટણ જોડિયા શહેર માટે આવનાર સમયનું આંકડાકીય માળખું તૈયાર કરેલ છે.બજેટમાં શહેર ને આધુનિકરણ માટે સજ્જ થવા માટેનું આયોજન કરવામાં આવેલ છે.
જ્યારે આ બજેટ માટે  કોંગ્રેસ ના કાઉન્સેલર અફઝલ પંજા દ્વારા રજૂઆત થયેલ કે આ  મસમોટું બજેટ એ સામાન્ય માણસ થી લઈ આર્થિક રીતે મજબૂત લોકોના ટેક્સ થી ભેગું થયેલ અંદાજપત્ર છે,આ બજેટ લોકો માટે સપના સમાન છે અને આ બજેટ આવનાર સમય નું અરીસો છે.આ બજેટ થી પાણી માટે વલખા મારતા લોકોની અપેક્ષાનું છે અને આ બજેટ શહેર ના વિસ્તારોમાં ગામડા જેવા રસ્તાઓનું છે,આ બજેટ ઉભરાયેલી ગટર,લાઈટો તેમજ વરસાદી પાણી થી પરેશાન થતા લોકોનું અને ઉકરડા મુક્ત વેરાવળ નું છે અને આ બજેટ વેરાવળ પાટણ ના 11 વોર્ડ ના લોકોને શ્રેષ્ઠ રીતે પ્રાથમિક સગવડો અપાવવાનું છે પણ આ બજેટ માટે એક વિશેષ સત્ર બોલાવી તેના માટે ખાસ ચર્ચા કરવી જોઈએ તે માટે કોંગ્રેસી નગરસેવકો એ આ બજેટ નું વિરોધ નોંધાવેલ હતું.
નગરસેવક અફઝલ પંજા દ્વારા સતાધીશો પર આકરા પ્રહાર કરી આક્ષેપ કરેલ કે શા માટે ફક્ત 37 જેટલા બાંધકામ ને નોટિસ આપવામાં આવી.આ શહેર મા લગભગ 500 જેટલા મોટા મગરમચ્છઓ ના ગેરકાયદેસર બાંધકામ છે તો એક ને “ગોળ અને બીજાને ખોળ શા માટે”?
કોંગ્રેસ નગર સેવકો એ ભાજપ શાસિત નગરપાલિકા પર આક્ષેપ કરેલ છે કે તે કોંગ્રેસ ના વોર્ડ સાથે ભેદભાવ ભરેલું વ્યવહાર કરે છે અને આ વિસ્તારોને પાલિકાની સુવિધા થી વનચિત રાખે છે.કોંગ્રેસ નગરસેવકો એ રજૂઆત કરી કે તમામ વોર્ડ નું સર્વાંગી વિકાસ જોઈએ જે બાબતે બજેટ સભામાં ઉગ્ર રજૂઆત થતા બજેટ સભામાં હોબાળો થયેલ હતું.

IMG-20220304-WA0347.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *