જૂનાગઢ ના ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામે ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.
રથના આગમન બાદ સ્કૂલ ની બાળાઓ દ્વારા સ્વાગત ગીત ગાવામા આવ્યું હતું
આ કાર્યક્રમમા જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ઉપસ્થિત રહી ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી રાજ્ય સરકાર છેવાડાના લોકો માટે સતત કામ કરી રહી છે તેમ જણાવી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ તેમના દિશા દર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં થઈ રહેલા કાર્ય ની માહિતી આપી હતી.
આ તકે ગામ મા થયેલ વિકાસ ના કામો અને જે થવાના છે તે કામની યાદી જાહેર કરાઈ બાદમા પી. એમ. વાય. ના લાભાર્થી ઓ તેમજ અન્ય યોજના ઓના પ્રતિક લાભ તેમજ આંગણવાડી ની યોજના નો મહિલા ઓ ને આવેલ મહેમાનો ના હસ્તે લાભાર્થી ને કિટો આપવામા આવી હતી.
આ કાર્યક્રમમાં જોનલ ઓફિસર પરમાર તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જસાણી તેમજ ભેસાણ ભાજપ તાલુકા પ્રમુખ ઉમેશ બાંભ્રોલિયા તેમજ ભેસાણ જિલ્લા પંચાયત સીટ ના લાભુબેન ગુજરાતી તેમજ ગાંડું ભાઈ કથીરીયા, ભેસાણ ઈન્નચાર્જ મામલતદાર જે. કે. ધાનોયા , તાલુકા વિકાસ અધિકારી શ્રી વાય. એચ. ભાવસાર,તાલુકા આરોગ્ય અધિકારી ચુડાસમા,ભેસાણ ના સી. ડી.પી.ઓ. કીર્તિબેન ઠાકર ,આર.એફ.ઓ.મિયાત્રા તેમજ આર. એફ. ઓ. એન. એમ. કાનપરા સહિત અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતાં.


