સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં હવે જાહેર રસ્તાના વિકાસના કામો પ્રગતિના પંથે આગળ વધી રહ્યાં છે. સાવરકુંડલા તાલુકાના ભુવા ગામના ભીખુભાઈ ખુમાણના ઘરથી ભરતભાઈ ડાંગરના ઘર સુધી પેવિંગ બ્લોકનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આમ ભુવા એ ભલે નાનકડું ગામ હોય પરંતુ વિકાસની દ્રષ્ટિએ પણ અગ્રેસર રહેતું જણાય છે. ભુવા ગામના સરપંચ તથા ઉપસરપંચ સમેત તમામ સભ્યો ભુવાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા જોવા મળે છે. આમ જો ગામના અગ્રણીઓ જાગૃત અને પ્રગતિશીલ વિચારધારાને વરેલા હોય તો વિકાસના કામોને વેગ મળે એ પણ સ્વાભાવિક છે.


