Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં સરકારી પ્રાથમિક શાળાનું ઉનાળું વેકેશન પૂર્ણ થતાં આજથી બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠશે શાળાનું પ્રાંગણ. ૧ લા ધોરણના બાળકોને દાતાશ્રી તરફથી શૈક્ષણિક સામગ્રી સસ્નેહ ભેટ કરવામાં આવેલ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજથી ઉનાળા વેકેશન પૂર્ણ થતાં સાવરકુંડલા તાલુકાના ભુવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણનો પ્રારંભ.. મા સરસ્વતીની આરાધના આજથી શુદ્ધ હ્રદયથી થશે.. શિક્ષણ સત્રના પ્રથમ દિવસે જ સાવરકુંડલા તાલુકાના ભુવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે પ્રથમ પ્રવેશ મેળવતાં પહેલાં ધોરણના બાળકોને દાતાશ્રી તરફથી શૈક્ષણિક સામગ્રી સસ્નેહ ભેટ કરવામાં આવેલ. આ બાબત જ દર્શાવે છે કે ભુવા ગ્રામજનોમાં શિક્ષણ સાથે કેવો અનોખો  લગાવ છે.  આજે સોમવારે સાવરકુંડલા તાલુકાના ભુવા સરકારી પ્રાથમિક  શાળામાં નવા સત્રમા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે ઘોરણ ૧માં દાખલ થનાર  વિદ્યાર્થીઓને દાતાશ્રીના સહયોગથી ભુવા વિકાસ ગ્રુપ તરફથી સ્કુલબેગ. આંક, પાટી પેન  અને કંપાસ ભુવા પ્રાથમિક શાળાના આચાર્યને અર્પણ કરવામાં આવ્યાં હતાં. આમ સરસ્વતીના સાધકોને સસ્નેહ ભેટ અર્પણ કરવી એ ભુવા ગ્રામજનોનો શિક્ષણ પ્રત્યે અનોખો લગાવ પણ દર્શાવે છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય.

IMG-20220613-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *