Gujarat

સાવરકુંડલા ભાજપ શાશીત નગરપાલિકાનું ૬૬.૨૫ કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર થતા પાલિકા પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઇ દોશી પર એક વર્ષમાં કરેલા વિકાસકામો પર સર્વ સભ્યોએ બજેટ મંજુર કરીને મહોર મારતા સાવરકુંડલા શહેર વધુને વધુ વિકાસની હરણફાળ ભરે તેવા અપેક્ષાલક્ષી બજેટમાં  ૫.૨૫  લાખનું પૂરાંત લક્ષી બજેટ મંજુર થયું હતું

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે ૩૬ પાલિકાના સભ્યો ધરાવતી પાલિકામાં ૩૧ ભાજપ ને ૫ જ કોંગ્રેસના સભ્યો હોય ત્યારે બજેટ હસતાં હસતાં પસાર થઈ જ જાય પણ પાલિકા પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઇ દોશી ભાજપ કોંગ્રેસને સાથે લઈને સાવરકુંડલા શહેરને વિકાસની કેડી પર લઈ જવાનો અભિગમ ધરાવતા હોય ને પક્ષાપક્ષી કરતા શહેર વિકાસ માટે વધુ પ્રાધાન્ય ને શહેરને નંદનવન બનવવાના સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા સંપૂર્ણ વિકાસ માટેની ધગશ ધરાવતી દરેક પાલિકાઓમાં કરોડો રૂપિયા ફાળવતી આવી રહી છે ને ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, સાંસદ નારણભાઇ કાછડીયા, સહકારી નેતા દિલીપભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સાથે જિલ્લા ભાજપ અને સાવરકુંડલા શહેર ભાજપના સીધા માર્ગદર્શન અને રાહબરી નીચે સાવરકુંડલા પાલિકા અમરેલી જિલ્લામાં પ્રથમ હરોલની પાલિકા બને તેવા હંમેશા પ્રયત્નોને ખરા અર્થમાં સાર્થક સાબિત કરવા માટે પાલિકા પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઇ દોશી, પાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી, કારોબારી ચેરમેન ગોવિંદભાઇ પરમાર, દંડક મંજુલાબેન ચિત્રોડા, શાશક પક્ષના નેતા મેહુલભાઈ ત્રિવેદી સહિતના ભાજપ કોંગ્રેસના સભ્યોએ બજેટને સર્વાનુમતે મંજૂરી આપી હતી એકંદરે પાલિકાના રાજકારણમાં સામાન્ય ઠરાવ પણ પસાર કરવામાં પાલિકા પ્રમુખ કે શાશક પક્ષને પગે પરસેવો ઉતરતો હોય છે પણ સાવરકુંડલા પાલિકાના પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઇ દોશીએ ઇતિહાસ સર્જીને તમામ પાલિકાના વિકાસલક્ષી ઠરાવો સર્વાનુમતે મંજુર કરાવીને દરેકને સાથે રાખીને ચાલનારા પાલિકા પ્રમુખની સિદ્ધિ પણ હાંસિલ કરી હતી

IMG-20220307-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *