Gujarat

સાવરકુંડલા શહેરના સત્યમભાઈ સોનીની દિકરી કેસરનો જન્મદિવસની ઉજવણી માટે મહાદેવ હોટેલના માલિક રાજુભાઈએ શાહી વ્યવસ્થા કરી.. સત્યમભાઈ સોનીની દિકરી કેસર અને તેની પત્ની કાજલની અનોખી કહાની.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના સત્યમભાઈ સોની કે જે વ્યવસાયે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં શિક્ષક છે તેની  દીકરી અને પત્નીના સંઘર્ષની  ખૂબ રોચક વાત છે. .
સત્યમભાઈની દીકરીનું નામ  *કેસર*  છે અને તેની પત્નીનું નામ *કાજલ* છે..તેની  દીકરીનો જન્મ પૂરા મહિને અને સ્વસ્થ શરીર સાથે જન્મ થયો  પણ જન્મ પછીના ૩ દિવસમાં તેમને  ખ્યાલ આવ્યો કે તેની દિકરીને અસાધ્ય રોગ થયો છે અને એ રોગનું નામ *Hydrocephalus.* આ રોગમાં  મગજમાં પાણી ભરાય છે ..તેની  દીકરીનું માથું ખૂબ મોટું એટલે ક્યારેય બેસી ન શકે એનું દૈનિક કાર્ય પણ  ન કરી શકે .. પોતાની આંખથી જોઈ ના શકે બસ ફક્ત ને ફક્ત ૨૪ કલાક ૩૬૫ દિવસ પથારીમાં સૂતા જ રહેવાનું..તેમણે ઘણી દવા અને દુવા કરી પણ  ક્યાંય થી સારું પરિણામ ના મળ્યું અને એક જ જવાબ મળેલ કે આની સેવા કરો..અત્યારે પૂરા ૫ વર્ષની  દીકરી થઈ એ પણ જીવન સાથે પૂરો સંઘર્ષ કરે છે અને તેની  પત્ની પણ જીવન સાથે સંઘર્ષ કરે છે.
તેના પત્નીનું નામ કાજલ છે. સ્વભાવે સાવ ભોળા અને સરળ બધાને ખુશ રાખે અને હંમેશા પોઝિટિવ વિચારસરણી ધરાવે છે .તેની દીકરીના આ અસાધારણ દર્દીની વાત  જ્યારે તેના  પત્નીને ખબર પડી ત્યારે થોડી વાર એ ભાંગી પડ્યાં પણ પછીથી એનામાં હિંમત આવી અને તેની  દીકરી તેનું ઘર અને તેનો મોતીની માળા બનાવાનો ધંધો આ બધું એક સાથે કરે.. તેમના પત્ની અને દીકરીનું એક જ માનવું છે કે જીવનમાં ક્યારેય હાર ના માનવી અને સતત સંઘર્ષ કરવો.. આ થઈ સત્યમભાઈના દિકરી કેસરની વાત હજુ બે દિવસ પહેલાં જ કેસરનો જન્મદિવસ હતો.. અને આમ તો દરેક જન્મદિવસ સત્યમભાઈ પોતાના ઘરે જ ધામધૂમથી ઉજવતાં પરંતુ આ વર્ષે શહેરની સારી હોટલમાં ઊજવવો એમ નક્કી કરી મહાદેવ હોટેલ ખાતે દિકરી કેસરના જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયા.. પરિસ્થિતિનો તાગ મેળવી આ હોટલના માલિક રાજુભાઈએ કેસરના જન્મદિવસની ઉજવણી માટે સેપરેટ રૂમ ફાળવી ખાસ શાહી સ્વાગત કર્યું. આમ કેસરના જીવનને નવપલ્લવિત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.

IMG-20221208-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *