સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા હાથસણી રોડ પર આવેલા આંખની હોસ્પીટલ સામે તારીખ ૧૧ ઓક્ટોબરના બપોરે ચાર વાગ્યના આસપાસ પીએમજી શ્રી બી. એલ. સોનલ સાહેબના (સૌરાષ્ટ્ર -કચ્છ રિજિયન) તથા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પોસ્ટ શ્રી એ. કે. પાંડે સાહેબની ઉપસ્થિતિમાં નવી પોસ્ટ ઓફિસ કુંડલાપરા સબ પોસ્ટ ઓફિસનો પોસ્ટ વિભાગના બહોળી સંખ્યામાં કર્મચારીઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો. તદન નવું અને સુવિધાયુક્ત ઈમારતમાં શહેરીજનોને હવે એક નવી પોસ્ટ ઓફિસનો લાભ પ્રાપ્ત થયો.
આમ સાવરકુંડલા શહેરમાં જાહેર જનતા માટે એક નવી સબ પોસ્ટ ઓફિસની સુવિધાનો પ્રારંભ થતાં લોકોને પોસ્ટ વિભાગની એક વધુ સુવિધા ઉપલબ્ધ થઈ. સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર આવેલા આંખની હોસ્પીટલ સામે આ નવી સબ પોસ્ટ ઓફિસનો પ્રારંભ થવાથી આ વિસ્તારના લોકોને ઘણી રાહત મળશે. ખાસકરીને પોસ્ટ ઓફિસ સંલગ્ન અનેક કામગીરીઓ અહીં લોકોની સેવા કાજે થશે.. આ પ્રસંગે પોસ્ટ ઓફિસના બહોળી સંખ્યામાં કર્મચારીઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. સાવરકુંડલા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર ભરતભાઈ ખુમાણ સહિત આ ઓફિસના બહોળી સંખ્યામાં કર્મચારીઓની ઉત્સાહપ્રેરક હાજરી જોવા મળી હતી. હાલ સાવરકુંડલા શહેરમાં પોસ્ટ વિભાગનું આ સૌથી પહેલી સ્વતંત્ર માલિકીની ઓફિસ કાર્યરત થઈ એ પણ સાવરકુંડલા માટે ગૌરવની બાબત છે. ભવિષ્યમાં આ જ લોકેશનની વિશાળ જગ્યામાં વિશાળ ઈમારત આકાર લે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ નવનિર્મિત કુંડલાપરા સબ પોસ્ટ ઓફિસમાં હાલ શામજીભાઈ બગડા પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવશે તેવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે

