સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરના જેસર રોડ ફાટક થી પોલીસ સ્ટેશન સુધીના સી.સી.રોડ નુ કામ ચાલુ કરવામાં આવ્યુ છે તે કામ સાવ નબળુ કરવામાં આવી રહયુ છે, પુરતું ખોદાણ કરવામાં આવ્યુ નથી, મેટલ વાપરવામાં આવી રહી છે તે કાચી મેટલ છે જેથી રોડની આવરદા ખુબ જ ટૂંકી થશે, ગ્રીંટ પણ નહીવત પ્રમાણમા વાપરવા આવી રહી છે.
ઘણા સમય પછી મહા મહેનતે આ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે પણ આવા સાવ નબળા મટીરીયલ્સથી કામ કરવામા આવશે તો લોકોની હાડમારી યથાવત રહેશે. ગુજરાત સરકારના કાર્યદક્ષ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ દ્વારા લોકોની સગવડ અને સુખાકારી માટે કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવે છે પરંતુ આવા લાંચિયા કોન્ટ્રાકટરો અને અધિકારીઓની મિલીભગતથી પ્રજાના પૈસાનુ પાણી થાય છે, આ અંગે શહેરીજનો જાગૃત બની આ ભ્રષ્ટાચાર વિરોધી મુહીમમાં સહકાર આપવા પણ તેણે લોકોને આહ્વાન કર્યું છે.


