સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
વિધાર્થીઓનો ભણવાની સાથે રમત ગમત ક્ષેત્રમાં આગળ વધે એ હેતુથી સર્વેશ્વર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં આજે ધોરણ ૬ થી ૧૦ ના તમામ વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. રાષ્ટ્ર ભાવના જાગ્રત થાય એ માટે કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્ર્રગાનથી નેમિશભાઈ ગોસ્વામી અને કેયુરભાઈ રવિયા એ કરાવી હતી. આ રમતોત્સવમાં ખાસ વાત એ હતી કે છોકરીઓ પણ છોકરાની સમકક્ષ છે એ માટે જેમિષા વઘાસીયા, ભૂમિકા ખુમાણ અને શિલ્પા શિયાળ આ ત્રણ દીકરીઓ એ પણ છોકરાવની સાથે ટીમમાં ક્રિકેટ રમીને બેટી બચાઓ બેટી પઢાઓનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રમતોત્સવમાં વિજેતા ધોરણ ૮ની ટીમ રહી હતી જેમને શાળાના પ્રિન્સિપાલ મોહિતભાઈ પરમાર તેમજ સ્ટાફના જંકારભાઈ બોસમીયા, નીલમબેન અને અન્ય સ્ટાફ મિત્રોએ ખુબ ખુબ શુભેરછાઓ અને પ્રોત્સાહક ઇનામથી એમના ઉત્સાહને આવી જ રીતે ભવિષ્યમાં વધારતા રહેશે. આ રમટોત્સવ વિધાર્થીની અંદર રહેલા ટેલેન્ટને બહાર લાવી ખાલી ભણવામાં જ સરસ્વતીના વિધાર્થીઓ એ જેમ ધોરણ ૧૦બોર્ડના પરિણામમાં ડંકો સમગ્ર સાવરકુંડલા તાલુકામાં વગાડેલ તેમ આવનાર સમયમાં અન્ય ક્ષેત્રોમાં પણ અમરેલી જિલ્લામાં ખેલ અને કલા મહાકુમ્ભમાં ડંકો ભૂતકાળમાં વગાડેલ તે પરંપરા જાળવે એ માટેનો આ નમ્ર પ્રયાસ હતો. ને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વાલીઓ એમના બાળકો એમાં ખાસ કરીને દીકરીઓને પણ ભણાવે, રમાડે, પોતાના પગભર કરીને શાળા,સમાજ અને પરિવારનું ગૌરવ વધારે એવી સ્કૂલના ટ્રસ્ટીમંડળ અને શાળા પરિવારની શુભેરછાઓ.

