Gujarat

સાવરકુંડલા શહેરમા શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. કે હાઈસ્કૂલ તથા એ.કે.ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલમાં ગુરૂપૂર્ણિમા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. 

(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
શ્રી કે. કે. હાઇસ્કુલ અને એ. કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલમાં તા.૧૩/૦૭/૨૨ ના રોજ ગુરુપૂર્ણિમાની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે શાળામાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ભાઈઓ/બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુરુપૂર્ણિમા વિષયને અનુરૂપ વિદ્યાર્થી ભાઈ/બહેનોએ ગીતો રજૂ કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ શિક્ષકશ્રી બટુકભાઈ ભડકોલીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ભારતીબેન ચુડાસમા અને શ્રી તૃપ્તિબેન ભરાડ બંને શિક્ષિકા બહેનોએ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સમગ્ર પ્રસંગે સંસ્થાના આચાર્યશ્રી જે. ટી. ખડદીયા સાહેબે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકશ્રી જે. વી. વાળાસાહેબે પ્રસંગોચિત વક્તવ્ય રજુ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ શ્રી કે. સી. ગોંડલીયા સાહેબે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષિકા બહેનશ્રી વર્ષાબેન પટેલે સંભાળ્યું હતુ. શાળાના સમગ્ર સ્ટાફ પરિવારના સહયોગથી ગુરુપૂર્ણિમા દિનની ઉજવણી સફળ રીતે પરિપૂર્ણ કરી હતી.

IMG-20220714-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *