Gujarat

 સુત્રાપાડામાં  મેઘ તાંડવઃ7 કલાકમાં  12 ઈંચ વરસાદ, સુત્રાપાડા, પ્રશ્નાવડા, ધામળેજ, ગામો બેટમાં ફેરવાયા.. ખેતરો બન્યા નદી, ઘરોમા પાણી ભરાયા..

સુત્રાપાડામાં  પંથક મા મેઘાનું રૌદ્ર સ્વરૂપ:
પ્રાચી તીર્થ:
હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદ વરસી રહ્યો છે. બુધવારે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ ગીર-સોમનાથ જિલ્લામાં નોંધાયો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ સાત કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.સુત્રાપાડામાં ગતરાત્રીથી મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ અનરાધાર હેત વરસાવવાનું શરૂ કર્યા બાદ સવાર સુધીમાં સાબલેધાર વરસાદ વરસાવી દેતા પાણી પાણી કરી દીધું હતું. ભારે વરસાદના પગલે સુત્રાપાડા, પ્રશ્નાવડા, ધામળેજ, ગામો બેટમાં ફેરવાયા હતાં અને ઘરમાં પણ વરસાદીપાણી ઘુસ્યા હતા અને ખેતરો પણ  વહેવા લાગ્યા હોઈ તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા વેરાવળ-કોડીનાર વચ્‍ચે પેઢાવાડા પાસે હાઇવેના કામ અંર્તગત કઢાયેલા રસ્તો પાણીમાં ગરકાવ થતાં વાહન વ્‍યવહાર ખોરવાઈ ગયો હતો.મેઘરાજાએ સુત્રાપાડા શહેર-પંથકમાં ગતરાત્રીના અઢી વાગ્‍યા આસપાસ પધરામણી કર્યા બાદ સવારથી સાંજ સુધી અનરાધાર વરસાદ વરસ્‍યો હતો. ભારે વરસાદને પગલે શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાઇ જતા બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જોવા મળતો હતો. આ ઉપરાંત સુત્રાપાડા થી છગીયા ગામનો જોડતો રસ્તો પણ બંધ થઈ ગયો હતો
અને મટાણા ગામને જોડતા બ્રિજ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્‍યવહાર અટકી ગયો હતો, સાથે જ ગામની અંદર રસ્‍તા-શેરીઓમાં નદી વહેતા ગ્રામજનો મુશ્‍કેલીમાં મુકાયા હતા,

IMG-20220706-WA0114.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *