Gujarat

સુરતમાં કારીગરને ૬ ઈસમો દ્વારા ચપ્પુના ઘા ઝીંકી મોબાઈલ લુંટ્યો

સુરત
સુરતના બમરોલી ખાતેના ઉમિયાધામ વિસ્તારના એક સંચા કારીગરને બાઇક સવાર ૬ અજાણ્યા ઈસમોએ ચપ્પુ મારી મોબાઈલ લૂંટી લીધો હોવાની ઘટના સામે આવી છે. નવા વર્ષની પ્રભાતે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત લવકુશને સારવાર માટે ૧૦૮ની મદદથી સિવિલ ખસેડાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. કુદરતી હાજતે જતી વખતે લવકુશ પર રસ્તામાં હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. રવિન્દ્ર પટેલ (ખાતેદાર)એ જણાવ્યું હતું કે, લવકુશ જુગેશ શાહુ મૂળ ઓડિશાનો રહેવાસી છે. સંચા ખાતામાં બોબીન ભરવાનું કામ કરે છે. ૮ મહિના પહેલા જ લવકુશ સુરત આવ્યો હતો.ઘટના આજે વહેલી સવારની છે. લવકુશ કારખાના સામે આવેલા પે એન્ડ યુઝમાં કુદરતી હાજતે જવા નીકળ્યો હતો થોડીવાર પછી ઇજાગ્રસ્ત હાલતમાં કારખાનામાં આવતા કારીગરો ભેગા થઈ ગયા હતા. ૩ બાઇક સવાર ૬ હુમલાખોરોએ ગળે ચપ્પુ મૂકી મોબાઈલ લઈ ગયા પછી પણ ચપ્પુના ઘા માર્યા હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

The-artisan-was-robbed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *