Gujarat

સુરતમાં મોટા વરાછા ખાતે યોજાયેલી નવરાત્રિમાં ગાયિકા અલ્પા પટેલ પર થયો ડોલરનો વરસાદ

સુરત
આદ્યશક્તિ માં અંબાને આરાધના ના પર્વ નવરાત્રિની આરતી ધૂમધામ પૂર્વક શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે યોજાયેલી ખોડલધામ નવરાત્રિમાં ગાયિકા અલ્પા પટેલ પર ડોલરનો વરસાદ થયો હતો. નવરાત્રિ અગાઉની પૂર્વરાત્રીએ યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં અલ્પા પટેલે જ્યારે ‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’ ગીત ગાયું ત્યારે તેમના પર ડોલરનો વરસાદ થયો હતો. અંદાજે ૨૦૦૦થી વધુ ડોલરનો વરસાદ થયો હતો. બેથી અઢી લાખ રૂપિયા ભારતીય કિંમત પ્રમાણે ઉડતા આ રૂપિયા ખોડલધામની સેવાકિય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે તેમ આયોજકોએ કહ્યું હતું સુરતના મોટા વરાછા ખાતે આવેલા કેપિટલ ફાર્મમાં ખોડલધામ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિના કાર્યક્રમમાં રોજેરોજ ગાયક તરીકે અલ્પાબેન પટેલ ગીતો ગાય રહ્યા છે .ત્યારે મોટી સંખ્યામાં અલ્પા પટેલ ના ગરબા પર જમવા માટે યુવાનોથી લઈને તમામ લોકો આવી રહ્યા છે. ત્યારે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ યોજાયેલા પ્રી નવરાત્રિ સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભજનની જેમ ગરબા પર રૂપિયાનો વરસાદ ડોલર સ્વરૂપે થયો હતો. સામાન્ય રીતે ભજનમાં જ રૂપિયાનો વરસાદ ગાયકો પર થતો હોય છે. પરંતુ નવરાત્રિ અગાઉ યોજાયેલા રાસ ગરબા મહોત્સવમાં ખોડલધામની વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં એકઠા થનારા રૂપિયા વપરાવાના હોવાથી તમામ લોકો છુટા હાથે દાનના સ્વરૂપે રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે. ત્યારે ભારતીય કિંમત પ્રમાણે બે લાખથી વધુના લગભગ ૨૦ની કિંમતની નોટ ધરાવતા પાંચ બંડલનો વરસાદ થયો હતો. આ રૂપિયા ખોડલધામની વિવિધ સેવાકિય પ્રવૃત્તિમાં વપરાશે અને આ જ રીતે રોજે રોજ લોકો યથાશક્તિ દાન કરે તેવી અપીલ કરવામાં આવે છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *