Gujarat

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં નરમાઈનો માહોલ

કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8080 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16720 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,19,064 સોદાઓમાં કુલ રૂ.24,819.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8080 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16720.01 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 64,917 સોદાઓમાં કુલ રૂ.3,367.92 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,109ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,260 અને નીચામાં રૂ.54,101 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.67 ઘટી રૂ.54,228ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.43,471 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.5,345ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,802ના ભાવે ખૂલી, રૂ.44 ઘટી રૂ.53,906ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,490ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,334 અને નીચામાં રૂ.67,482 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.119 વધી રૂ.68,157 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.127 વધી રૂ.68,118 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.138 વધી રૂ.68,120 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,018 સોદાઓમાં રૂ.1,592.13 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.35 ઘટી રૂ.212.80 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.1 વધી રૂ.288ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.20 ઘટી રૂ.705.20 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.185ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 39,046 સોદાઓમાં કુલ રૂ.3,067.84 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,937ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,974 અને નીચામાં રૂ.5,832 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.29 ઘટી રૂ.5,847 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.66 વધી રૂ.574.70 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 778 સોદાઓમાં રૂ.52.11 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.31,820 અને નીચામાં રૂ.31,200 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.150 ઘટી રૂ.31,350ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.30 વધી રૂ.994.70 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,290.71 કરોડનાં 2,384.163 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,077.21 કરોડનાં 305.133 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,103.94 કરોડનાં 18,67,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,964 કરોડનાં 34787500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.30.13 કરોડનાં 9550 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.21.98 કરોડનાં 218.88 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,462.059 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 982.043 ટન, ક્રૂડ તેલમાં 2820600 બેરલ અને નેચરલ ગેસમાં 10030000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 55925 ગાંસડી, મેન્થા તેલમાં 426.96 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.19.61 કરોડનાં 259 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 15,146ના સ્તરે ખૂલી, 1 પોઈન્ટ વધી 15,164ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.16,720.01 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.318.43 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.107.19 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12,500.24 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,792.07 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.389.14 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.154.80 ખૂલી, ઊપરમાં રૂ.154.80 અને નીચામાં રૂ.95 રહી, અંતે રૂ.21.70 ઘટી રૂ.104.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.19 ખૂલી, ઊપરમાં રૂ.30.85 અને નીચામાં રૂ.19 રહી, અંતે રૂ.18.65 વધી રૂ.29.95 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.30.50 ખૂલી, ઊપરમાં રૂ.38 અને નીચામાં રૂ.30 રહી, અંતે રૂ.4.50 ઘટી રૂ.35.50 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.101 ખૂલી, ઊપરમાં રૂ.475 અને નીચામાં રૂ.101 રહી, અંતે રૂ.43.50 વધી રૂ.471.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,810 ખૂલી, ઊપરમાં રૂ.2,022.50 અને નીચામાં રૂ.1,801 રહી, અંતે રૂ.49 વધી રૂ.1,985.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5,800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.99.10 ખૂલી, ઊપરમાં રૂ.149.30 અને નીચામાં રૂ.88.30 રહી, અંતે રૂ.6.40 વધી રૂ.139.50 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.60 ખૂલી, ઊપરમાં રૂ.18 અને નીચામાં રૂ.11.35 રહી, અંતે રૂ.16.65 ઘટી રૂ.12.55 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.350 ખૂલી, ઊપરમાં રૂ.394 અને નીચામાં રૂ.346 રહી, અંતે રૂ.28 વધી રૂ.352 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.27 ખૂલી, ઊપરમાં રૂ.31 અને નીચામાં રૂ.22.50 રહી, અંતે રૂ.8 વધી રૂ.30 થયો હતો. ચાંદીફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,431 ખૂલી, ઊપરમાં રૂ.1,488.50 અને નીચામાં રૂ.1,323 રહી, અંતે રૂ.36.50 ઘટી રૂ.1,351 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *