રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયના બાળકો માટે જાપાનીઝ ટેક્નોલોજી ધરાવતું કેંગન લાઇવ ર્વાટર મશીનની દાતા જીગ્નેશભાઈ શુકલા દ્વારા ભેટ આપવામાં આવી છે. આ દાતાની વિશેષતા એ છે કે તેઓ આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા તેમજ વર્તમાનમાં અભિભાવક પણ છે.
તા.10.12.2022 ને શનીવારના રોજ યોજાયેલ આ પ્રસંગે વિદ્યાલયના પી.ટી.સી. સદસ્યો, શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આરંભે વિદ્યાલયના પ્રાચાર્ય અનિલ કામ્બલેના કરકમલો વડે મુખ્ય દાતા શ્રી જીગ્નેશભાઈ શુકલાનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વાલી, સહયોગી દાતા અને રેવા કેંગન લાઇવ ર્વાટરના પ્રોપરાઇટર મહેશભાઈ પ્રજાપતિનું પણ અત્રે શાળાના પ્રાચાર્ય દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કેંગન લાઇવ વોટરની સમગ્ર ટીમના સદસ્યો હર્ષદભાઈ, દિનેશભાઈ ડાભી, કિરણભાઈ પટેલ તથા કરણસિંહ સોઢા અત્રે ઉપસ્થિત હતા.તે સર્વેનું પ્રાચાર્ય દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત પી.ટી.સી. સદસ્યોનું પણ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
હર્ષદભાઈ દ્વારા પાવર પોઈન્ટના માધ્યમથી કેંગન લાઇવ ર્વાટર વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી. શાળાના બાળકોની ચિંતા કરી જાપાની ટેકનોલોજી ધરાવતું આ બહુમૂલ્ય મશીન જીગ્નેશભાઈ શુક્લાએ શાળાને ભેટ કર્યું હતું. વૈજ્ઞાનિકો નો દાવો છે કે આ કેંગન લાઇવ ર્વાટર પીવાથી રોગમુક્ત રહેવાય છે તેમજ ઘણાં બધા રોગોથી મુક્તિ મેળવવામાં સહાયતા મળે છે.
આ સન્માન સમારોહના અંતે શાળાના પ્રાચાર્ય અનિલ કામ્બલેએ મુખ્ય દાતા જીગ્નેશભાઈ શુકલા, સહાયક દાતા મહેશભાઈ પ્રજાપતિ અને સમગ્ર ટીમના સદસ્યોની ભરપેટ પ્રશંસા કરી હતી. કાર્યક્રમનું મંચ સંચાલન શાળાના શિક્ષક ડી.એસ. મીસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે કાર્યક્રમમના અંતે આભારવિધિ શિક્ષક એચ.એમ.મકવાણા દ્વારા કરવામાં આવી હતી.


