–સોમનાથ, દ્વારકા, બેટ દ્વારકા ગિરનાર ,અંબાજી, પાવાગઢ અને સાપુતારા સહિત ગુજરાતના પ્રવાસન સ્થળોનો સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે
– દેશના સાંસ્કૃતિક સ્થળો -પર્યટન સ્થળોના વિકાસમાં સરકારોની સાથે સંસ્થાઓના પણ મહત્વના પ્રયાસો
– દેશમાં પર્યટન વિકાસ માટે સ્વચ્છતા, સુવિધા, સમય અને વિચારધારા આ ચાર બાબતોને જોડી કામ થઇ રહ્યું છે
– સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા દેશનું ગૌરવ છે, અત્યાર સુધીમાં ૭૫ લાખ યાત્રિકોએ મુલાકાત લીધી
–સોમનાથના સર્કિટ હાઉસથી સમુદ્રની લહેર અને સોમનાથ મહાદેવના શિખરના દર્શનની સાથે યાત્રિકોને ભારતની ચેતનાની પણ અનુભૂતિ થશે
