કોરોના મહામારી સામે સ્વદેશી વેક્સીન ખુબ જ કારગત નિવડી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ સમગ્ર દેશમાં વેક્સિનેશનના ૧૦૦ કરોડથી પણ વધુ નિઃશુલ્ક ડોઝ અપાઈ ચુક્યા છે.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ૭૫ દિવસ માટે ૧૮ વર્ષથી ઉપરના લોકોને નિઃશુલ્ક પ્રિકોશન ડોઝ આપવાનું નિર્ધારિત કરાયાના પ્રથમ દિવસે જામનગર જિલ્લામાં કુલ ૪,૧૮૬ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.
જેમાં જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓ પૈકી ધ્રોલમાં ૬૩૫, જામજોધપુરમાં ૭૪૩, જામનગરમાં૧૩૮૩, જોડિયામાં ૧૯૪, કાલાવડમાં ૭૯૯ તેમજ લાલપુર તાલુકામાં ૨૩૫ લોકોને ડોઝ આપી કોરોના સામે સુરક્ષિતતા પુરી પાડવામાં આવી હોવાનું જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો પી.એન. કન્નર દ્વારા જણાવાયું છે.

