Gujarat

જી.જી. સરકારી હોસ્પિટલને રૂ.૩૫ લાખનું ઇકોકાર્ડીયોગ્રાફી મશીન ભેટ આપી સામાજિક ઋણ અદા કરતો વારિયા પરિવાર  

શહેરની જી.જી.સરકારી હોસ્પિટલ તથા એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ,જામનગર ખાતે તા.૧૪/૦૭/૨૦૨૨ ના રોજ ડો. ચંદ્રા વારિયા, શ્રી મહેન્દ્ર વારીયા તથા તેમના પરિવાર દ્વારા શ્રી મગનલાલ વોરા અને શ્રી રંગીલદાસ વારીયાની યાદગીરી સ્વરૂપે આશરે રૂ. ૩૫ લાખનું ઇકોકાર્ડીયોગ્રાફી મશીન દાનમાં આપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જી.જી. હોસ્પિટલ ખાતે દરરોજ આશરે ૫૦ થી ૬૦ ઇકોકાર્ડીયોગ્રાફી કરવામાં આવે છે ત્યારે આ મશીનનો લાભ હોસ્પિટલ ખાતે આવતા ઈકોકાર્ડિયગ્રાફીની જરૂરિયાત વાળા દર્દીઓને મળશે.આ તકે પોતાનું સામાજિક ઋણ અદા કરી જી.જી.હોસ્પિટલને આ પ્રકારની વિશેષ ભેટ અર્પણ કરવા બદલ તમામ દાતાશ્રીઓનો, મેડિસિન વિભાગના તમામ તબીબશ્રીઓ તથા આ દાનનીની કામગીરીનું સંકલન કરનાર ડો.સુમન પંડ્યા તથા ડો. ભાણજી કુંડારિયાનું આ પ્રસંગે ડો. નંદીની દેસાઈ ડીનશ્રી, એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, ડો. દીપક તિવારી, તબીબી અધીક્ષકશ્રી જી.જી.સરકારી હોસ્પિટલ, તથા ડો. મનીષ મહેતા, મેડીસીન વિભાગના વડાશ્રી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઇ.સી.સી.યુ.નો તમામ નર્સિંગ સ્ટાફ તથા મેડીસીન વિભાગનાં તબીબીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G.G.-HOSPITAL-PHOTOS-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *