Gujarat

હા, તમામ આલેખન કરેલો અહેવાલ એ નરી કલ્પના નથી. પરંતુ ગત વર્ષે સાવરકુંડલા શહેરને તોકતે વાવાઝોડાએ ઝપેટમાં લેતાં બનેલી વરવી વાસ્તવિકતા જ છે

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
હા, તમામ આલેખન કરેલો અહેવાલ એ નરી કલ્પના નથી. પરંતુ ગત વર્ષે સાવરકુંડલા શહેરને તોકતે વાવાઝોડાએ ઝપેટમાં લેતાં બનેલી વરવી વાસ્તવિકતા જ છે. સાવરકુંડલા શહેરમાં ઠેર ઠેર જ્યાં જૂઓ ત્યાં વાવાઝોડું તૌકતેની તબાહીનાં દ્રશ્યો. ક્યાંક વૃક્ષોનો સોથ વળી ગયો હતો તો ક્યાંક જીવન સુરક્ષા કાજે માનવજિંદગી અણીના સમયે તંત્રને મદદ માટે પોકારતી જોવા મળી હતી.
———————————————————————
છે આ કરુણાંતિકા  કુદરતી પરિબળોની કેવી અહીં જૂઓ તો ખરાં, સુસજ્જ વિજ્ઞાન પણ તેની સામે કેવું લાચાર ભાસે છે.!!
   – – “પાંધી સર”
સાવરકુંડલા શહેર એક હસતું ખેલતું નગર ગત વર્ષે તારીખ ૧૭મી મે નાં મધ્ય રાત્રીના સુમારે વાવાઝોડાની અસરથી ગ્રસ્ત થયું અને તારીખ ૧૮નાં રાત્રે બે વાગ્યે તો ખૂબ જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.. શહેરમા અનેક જગ્યાએ વીજ વાયર અને વીજપોલ પળવારમાં ધરાશાયી થતાં ગયાં. મહુવા રોડ અને હાથસણી રોડ પર તો અનેક વૃક્ષો ધરમૂળમાંથી ઉખડી ગયા હતા. કેટલાક લોકોનાં હોર્ડિંગ્સ અને પતરાંનાં છાપરાંઓ પણ ઊડી ગયાં તો વળી કેટલાક કાચા મકાનો પણ ધરાશાયી થઈ ગયા તો કેટલીક પાકી દિવાલો પણ ધરાશાયી થઈ ગઈ હતી. નદી બઝારમાં આવેલાં પાલાં કેબિનોનો પણ આ વાવાઝોડામાં કચ્ચરઘાણ નીકળી ગયો હતો. શહેરમાં આવેલાં આખે આખા વિદ્યુત ટ્રાન્સફોર્મર લોખંડના થાંભલાઓ સાથે જમીનદોસ્ત થઈ ગયા હતા. ખેતરોમાં ખાસ કરીને બાગાયતી વૃક્ષોનો સોથ વળી ગયો હતો. મોબાઈલ ટાવરોનું નેટવર્ક સંપૂર્ણ ગાયબ થતાં માનવ જીંદગી જાણે આદી યુગમાં પ્રવેશી હોય તેવો અંધકારયુગનો અનુભવ થતો જોવા મળયો હતો. સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ ઉપર આવેલા નાગનાથ સોસાયટીમાં રહેતા શહેરનાં વરિષ્ઠ પત્રકાર બિપીન પાંધીએ પણ આ દિવસને પોતાની ડાયરીમાં જીવનનો સૌથી કાળો દિવસ ગણાવેલ. સમગ્ર વેપારી જગતની નુકસાની અને સમગ્ર શહેરનાં રહેવાસીઓનો માલમત્તાની નુકસાની ખરેખર હૈયું કંપાવી દે તેવી હતી. આવી પરિસ્થિતિમાં તંત્ર પાસે નુકસાનીનો સર્વે કરવા માટે પણ અમુક સેવાભાવી લોકો તંત્રને રજૂઆત કરતાં પણ જોવા મળ્યા હતાં.. આ સંદર્ભે  મહુવા રોડ સ્થિત આવેલા લોહાણા વિદ્યાર્થી બોર્ડિંગમાં પણ આવા નિસહાય લોકોને આશરો આપવામાં આવેલ. તો અમુક સેવાભાવી લોકો આવાં કપરાં કાળમાં અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ અને પીવાના પાણી તથા આશરો આપતાં જોવા મળ્યાં હતાં. આ પળે એક વાત પણ સામે આવી છે કે ખરેખર કટોકટી અને અણીના સમયે તંત્ર કુદરત સામે કેટલું વામણું સાબીત થાય છે તેનો પણ સાક્ષાત્કાર  થયો હતો. અણીનાં સમયે જાનની બાજી લગાવી જે માનવજાતની સેવા કરે છે તે જ સાચો મિત્ર અને હમદર્દ ગણાય એ વાત પણ આવી પરિસ્થિતિમાં સાબિત થઈ હતી. . આમ આ કોરોના સંમિસિત્ર  વાવાઝોડાની સંહારકતાં જોતાં એ વાતનો પણ એહસાસ ચોક્કસ થઈ જાય છે કે માનવજાતને પોતાના વિકાસ માટે પ્રકૃતિની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરવી જોઈએ. અને પ્રકૃતિ સાથે  સૌહાર્દપૂર્ણ વહેવાર કરવો જોઈએ.. સમગ્ર સાવરકુંડલા પંથકમાં વિદ્યુત પુરવઠો બંધ હતો..  તત્ર પણ યુધ્ધના ધોરણે વિદ્યુત પુરવઠો પુનઃ કાર્યરત થાય તે માટે દિવસ રાત કાર્ય કરતું જોવા મળતું હતું સમગ્ર શહેર અંધકારમાં ગરકાવ થઈ ગયું હતું લોકો કાગડોળે વિદ્યુત પુરવઠો પુનઃ સ્થાપિત થાય તે માટે રાહ જોઈ રહ્યા હતા. લોકો માટે પીવાનાં  પાણીની પણ ભારે અછત સર્જાતી જોવા મળે હતી . ખાસકરીને ગરીબ વર્ગના લોકો કે જેને પાણીનું સ્ટોરેજ કરવા માટે મોટી ટાંકીઓ નથી તેવાં લોકોને પીવાનું પાણી તાત્કાલિક હનુમાનજી મંદિર ના આશ્રમનાં કૂવામાંથી પૂરૂં પાડવા માટે પણ સેવાભાવી લોકો અથાગ કોશિશ કરતાં જોવા મળતાં હતાં અને આમ ગરીબોને  પીવાનું પાણી પૂરું પાડવા ભરપૂર કોશિશ કરતાં સમાજસેવાનાં આવાં ભગીરથ પ્રયાસો પણ જોવા મળેલ ગરીબ લોકો માટે છાશ વિતરણ પણ આ આશ્રમમાં કરવામાં આવેલ.  પેટ્રોલ પંપો પર પણ  પેટ્રોલ ભરાવવા લોકોનો ભારે ધસારો જોવા મળતો હતો.. આમ ગત વર્ષે આવેલ એ વાવાઝોડાની વિઘાતક અસરો હજુ પણ આમજનતા મનમાં એક અનોખો ભય સર્જતો જોવા મળેલ. ઈશ્ર્વરને પ્રાર્થના કરીએ કે આવી કુદરતી આફત ભવિષ્યમાં કદી ન આવે.. જો કે સમય વિત્યે સઘળું ભૂલાય જાય છે. ફરી પાછી જીવનની એ જ જંજાળમાં પર્યાવરણને બચાવોની  એ વાતો કલ્પના બની કેદ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *