ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા ડી.એન.ચુડાસમા સર્કલ પો.ઈન્સ. બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલનમાં રહી જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પોલીસ પ્રયત્નશીલ હોય અને જે અનુસંધાને નસવાડી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. સી.ડી.પટેલ નાઓ પોલીસ માણસો સાથે નસવાડી પો.સ્ટે. વિસ્તારમાં આજરોજ વહેલી સવારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતની હકીકત મળેલ કે એક ગોલ્ડ કલરની મારૂતી ફન્ટી ગાડી રજી. નં. GJ-05-AR-0883 ની અંદર ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂનો જથ્થો ભરીને ખંભાયતા થઈ કરમદી થઈ પલાસણી તરફ જનાર છે. તેવી બાતમી હકીકત આધારે મોજે કરમદી ગામની સીમમાં નાકાબંધી દરમ્યાન મારૂતી ફંટી ગાડી તેમજ પ્રોહી મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂપિયા ૧,૭૨,૩૦૦/- ના મુદ્દામાલ પકડી પાડી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી આરોપીને પકડવા સારૂ ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


