જામનગરતા. ૦૩માર્ચ,દક્ષિણ રેલવે દ્વારા અરાલવાયમોલી-વલ્લીયુર સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણેટ્રેન નં.૧૯૫૭૮(19578) જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ ૧૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ જામનગરથી રવાના થઈને તિરુનલવેલીને બદલે નાગરકોઈલ સ્ટેશન સુધી જશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ ટ્રેન જે સ્ટેશનો પર નહીં જાય તેમાં વલ્લીયુર અને તિરુનલવેલીનો સમાવેશ થાય છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inપરથી જાણી શકશે
