Gujarat

૧૧ મેના દિવસે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ રાજકોટમાં સભા સંબોધશે

રાજકોટ
અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માગી છે. જેને વહીવટી તંત્રએ મંજૂરી આપી દીધી છે. સભા પહેલા રોડ-શો યોજાશે. રાજકોટમાં કેજરીવાલ કોને મળવાના છે, રાજકોટ બાદ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જશે તે અંગે જાણવા મળ્યું નથી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીમાં હલચલ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં આપને મજબૂત કરવા દિલ્હીના મુખ્યમંત્રી ૧૧મેએ રાજકોટની મુલાકાતે આવી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. શહેરના શાસ્ત્રીમેદાન ખાતે જાહેરસભા યોજાશે. આથી રાજકોટ આપના નેતાઓ સભાસ્થળ શાસ્ત્રીમેદાનમાં સાફ-સફાઈ હાથ ધરાવી છે. ૧૧મેએ યોજાનાર કેજરીવાલની જાહેરસભામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના આપના મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડશે. અરવિંદ કેજરીવાલની જાહેરસભાને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર આપ પ્રમુખ શિવલાલ બારસિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠિયા, રાજભા ઝાલા સહિતના આગેવાનો તૈયારીમાં જાેડાયા છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં કોંગ્રસ-ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકરો આપની ટોપી પહેરી પાર્ટીમાં જાેડાય તેવી રાજકીય હલચલ શરૂ થઈ છે.

Arvind-Kejriwal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *