જૂનાગઢ જિલ્લામાં તા. ૧ ડિસેમ્બર વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુઆયોજન બદ્ધ રીતે પૂર્ણ થાય એ માટે તંત્ર દ્રારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.
૮૭ વિસાવદર વિધાનસભા મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી બુધેશકુમાર વૈધે વિસાવદર મત વિસ્તારમાં શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગ રૂમ , ડીસ્પેસીંગ રિસીવિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ તકે શ્રી બુધેશકુમાર વૈધે સ્ટ્રોંગરૂમ ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ તૈયાર કરવા અંગે તૈયાર કરવામાં આવે ઉપરાંત રાઉન્ડ ક્લોક પોલીસ બંદોબસ્ત રાખવા સહિતની સૂચનાઓ આપી હતી.


