Gujarat

51 શક્તિપીઠના પાટોત્સવ નિમિત્તે ગબ્બર  ટોચ તથા  શક્તિપીઠ મંદિરોમાં વિશિષ્ટ યજ્ઞ અને માતાજીની પાલખી યાત્રા નીકાળવામાં આવી

*વિધિ વિધાન સાથે 51 શક્તિપીઠ મંદિર ઉપર ધજાઆરોહણ સાથે આઠમો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી*
ધર્મ નગરી શક્તિપીઠ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજીમાં ગબ્બર ગોખ ખાતે 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા નો આઠમો પાટોત્સવ યોજાયો જેમાં પાલખી યાત્રા ને પ્રસ્થાન કરાવવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ શ્રી વહીવટદાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમને માતાજી ને પુષ્પો અર્પણ કરીને પાલકી યાત્રા ને પ્રસ્થાન કરાવી હતી અને 51 શક્તિપીઠના પાટોત્સવ નિમિત્તે ગબ્બર ગોખ તથા 51 શક્તિપીઠ મંદિરોમાં વિશિષ્ટ યજ્ઞ અને પાટોત્સવ માં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત માતાજીની પાલખી યાત્રા નીકાળવામાં આવી હતી આઠમો પાટોત્સવની ઉજવણીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી અંબાજી આનંદ ગરબા પરીવાર ,ધાર્મિક ઉત્સવસેવાસમિતિ શક્તિપીઠના મંદિરોના પૂજારીઓ મંદિર સદસ્યો સહિત યાત્રાળુઓ જોડાયા હતા વિશિષ્ટ યજ્ઞ સહિત તમામ મંદિરો ને ફૂલો થી શણગારવામાં આવ્યા હતા અને 51 શક્તિપીઠ મંદિરો ના એકજ સ્થળે દર્શન નો લાભ લેવા માઇભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઢોલ નગારા અને શરણાઈ ના તાલે માતાજીના ભકતો ઝુમી ઉઠયા હતા અને જય જય અંબે બોલ માડી અંબે અને આનંદ ગરબા ના પાઠ થી ગબ્બર ગોખ અને 51 શક્તિપીઠ ના મંદિર પરિક્રમા નો પથ ગુજ્જુ ઉઠ્યો હતો અને વિધિ વિધાન સાથે 51 શક્તિપીઠ મંદિર ઉપર ધજાઆરોહણ સાથે આઠમો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Screenshot_20220215_092952.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *