બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ડી.સી.વિકીભાઈ દુધરેજીયા દ્વારા પોષણ ટ્રેકરની કામગીરીનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ અને પોષણ ટ્રેકરમાં આવતી મુશ્કેલીની ચર્ચા કરવામાં આવી સાથે મોડ્યુલ ૧૬ ની તાલીમ આપવામાં આવી પૂર્ણા કીટ નું વિતરણ કરવામાં આવ્યુ હતુ.પોષણ ટ્રેકર માં કામગીરી 100%. થાય તે સબંધિત સૂચનો આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ મોડલ સ્કુલ ખાતે યોજાયો હતો જેમાં ડી.સી. વિકીભાઈ દુધરેજીયા, સી.ડી.પી.ઓ.રેહાનાબેન, એન.એન.એમ સ્ટાફ તેમજ સુપરવાઈઝર અને આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
