Gujarat

DDOએ 49 ગ્રામ પંચાયતમાં વહીવટદારોની નિમણૂક કરી

છોટાઉદેપુર જિલ્લાની 49 ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ છોટાઉદેપુર જિલ્લાની 34 ગ્રામ પંચાયત અને 15 વિભાજન થયેલ ગ્રામ પંચાયત મળી કુલ 49 ગ્રામ પંચાયતમાં વહીવટદારોની નીમણુંક કરાઈ છે. હવે સરપંચો તેમની ખુરશી પર નથી છતાંય અંદર ખાનગી વહીવટ કરી રહ્યાની ચર્ચાઓ ઉઠી છે. રાજ્યમાં થોડા મહિનાઓ પહેલા 10 હજાર ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ ગઈ. જ્યારે બિજા તબક્કામા ચુંટણી યોજાવાની હતી.પરંતુ રાજ્ય સરકાર દ્વારા હાલ ગ્રામ પંચાયતમા વહીવટદાર નિમણૂક કરવાનો આદેશ કર્યો હતો. જેને લઈ જેતે ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થઇ હોઈ ત્યાં હવે વહીવટદારોની નિમણૂંક કરાઈ છે.
છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાની 49 ગ્રામ પંચાયતમા વહીવટદારોની નિમણૂક કરી છે. નસવાડી તાલુકાની 60 ગ્રામ પંચાયતમાં પહેલા તબક્કામાં ચૂંટણી થઈ ગઈ છે. જ્યારે બીજા તબબકામાં 14 ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી છે. તેમા વહીવટદાર નિમણૂંક કરાયા છે. નસવાડી તાલુકાની કેટલીય ગ્રામ પંચાયતમાં વહીવટદાર નિમણૂંક કરાઈ છે. છતાંય અંદર ખાનગી સરપંચો વહીવટ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *