રાજકોટ સંતકબીર રોડ ઉપરથી પાર્સલોમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ ઝાલા, રાહુલગીરી ગૌસ્વામી, વાલજીભાઇ જાડા ને મળેલ સયુંકત હકીકત આધારે સંતકબીર રોડ થી રાજારામ મે.રોડ નાલા પાસે રોડ ઉપરથી પાર્સલોમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. કિશન વલ્લભભાઇ ગોહેલ ઉ.૧૯ રહે.રેલનગર લાલબહાદુર ટાઉનશીપ વીંગ-બી-બી- કવાર્ટર નં.૨૨ રાજકોટ. કુલ બોટલ નંગ-૬૦૦ કિ.૨,૫૭,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


