અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં જીતાલી જતા માર્ગ પર ડેટોક્સ કંપની નજીક માર્ગ પર થી કેમિકલ યુક્ત લાલા રંગ નું પાણી પરપોટા ની સાથે ઉભરાઈ રહ્યું હતું અને જમીન માંથી નીકળી રહેલ પાણી બાજુ માં આવેલ વરસાદી કાંસ માં ફેલાઈ રહ્યું હતું ત્યાં રહેલા ચેમ્બરમાંથી વિપુલ માત્રામાં નીકળી રહે પ્રદુષિત પાણી માંથી તીવ્ર વાસ આવતી હોવાની સાથે હાઈલી એસિડિક હોવાનું પણ જોવા મળ્યું હતું.
તો આજ વિસ્તારમાં સજ્જન ઇન્ડિયા માર્ગ પર પણ ચેમ્બર માંથી કાળા રંગ નું ઘટ કેમિકલ યુક્ત પાણી ઉભરાઈ ને વરસાદી કાંસ માં ફેલાઈ રહ્યું હતું. એસેટ મ મોનીટંરીગ કરી રહેલા એન.સી.ટી તેમજ થર્ડ પાર્ટી મોનીટંરીગ ટીમ ની ધ્યાને આવતા તેમના દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા હોવાનું સ્થાનિકો એ જણાવ્યું હતું.
Attachments area


