Gujarat

અંતે આંબરડી ગામે આતંક ફેલાવનાર આદમખોર દીપડાને ઝબ્બે કરવા વનવિભાગને સફળતા મળી/વાડીમાં સૂતેલા શ્રમિક પરિવારની બાળકી ઉપર કર્યો હતો હુમલો. વન વિભાગે સતત ચાર દિવસ વોચ રાખી દીપડાને પાંજરે કરતા ખેડૂતો અને  મજૂરમાં રાહત થઇ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
દીપડા જેવા અતિ હિંસક પ્રાણી માનવ ઉપર હુમલાઓ કરે છે ત્યારે સીમમાં રહી મજૂરી કરતા મજૂરો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જતો હોઈ છે.
પાંચ દિવસ પૂર્વે રાત્રે સાવરકુંડલાના આંબરડી ગામની સીમમાં ખેડૂત રમેશભાઈ ગીરધરભાઇની વાડીમાં ભાગિયું રાખી રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની એક બાળકી ઉપર હુમલો કરી દેતા ફફડાટ ફેલાયો હતો.
આદમખોર દીપડાએ પરપ્રાંતીય શ્રમિક બાળકી ઉપર હુમલો કરતા સદનસીબે બાળકીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.આંબરડી ગામની સીમ વિસ્તારમાં દીપડાનાં બાળકી ઉપરના હુમલા બાદ લોકોમાં ભય નો માહોલ હતો. વન વિભાગ દ્વારા આ આદમખોર  દીપડાને ઝબ્બે કરવા બે પાંજરાઓ મૂકી ચાર દિવસ સુધી વોચ રાખ દિપડો પાંજરે ઝબ્બે થયા બાદ ખેડૂતો અને શ્રમિકોમાં રાહત અનુભવાઈ.મિતિયાળા રેન્જના આરએફઓ પ્રતાપભાઈ ચાંદુની સૂચના મુજબ આંબરડી બીટના હુસેનભાઇની ટીમને દીપડાને ઝબ્બે કરવા સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *