Gujarat

અંબાજી ભાદરવી પૂનમના મેળા માટે જાહેર રોડ ઉપર ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી કરાશે

*કોઈપણ વ્યક્તિઓ દુકાનો માટે ખુલ્લા પ્લોટ રાખવા ઈચ્છતા હોય તેઓ તા.૩૦ ઓગષ્ટથી તા.૧ સપ્ટેમ્બર સુધીના સમયમાં અંબાજી ખાતે થનાર જાહેર હરાજીમાં હાજર રહી શકશે*
       બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા.૦૫/૦૯/૨૦૨૨ થી તા.૧૦/૦૯/૨૦૨૨ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજનાર છે. આ મેળામાં જાહેર રોડ ઉપર ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી કરવાની હોઈ જે કોઈપણ વ્યક્તિઓ દુકાનો માટે ખુલ્લા પ્લોટ રાખવા ઈચ્છતા હોય તેઓએ તા.૩૦/૦૮/૨૦૨૨ થી તા.૦૧/૦૯/૨૦૨૨ સુધીના સમયમાં થનાર જાહેર હરાજીમાં હાજર રહેવા જણાવામાં આવે છે. પ્લોટ હરાજી જૂની કોલેજ કમ્પાઉન્ડ અંબાજી ખેડબ્રહ્મા રોડ સવારના ૧૦:૩૦ થી સાંજે ૧૮:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. હરાજીના ખુલ્લા પ્લોટોની તળિયાની કિંમત તથા બાકીની શરતો હરાજી સમયે અને ઉક્ત સ્થળે જણાવવામાં આવશે. હરાજીમાં પ્લોટ રાખવા ઈચ્છતા વ્યક્તિએ પોતાના સરનામા સાથેની ઓળખની વિગતો તથા બે ફોટા સહિત હાજર રહેવાનું રહેશે તેમજ આ હરાજીમાં પ્લોટ રાખનાર વ્યક્તિએ પ્લોટ વાળી જગ્યા અંગેના ઓળખકાર્ડ માટે બે ફોટા અલગથી સાથે રાખવાના રહેશે. હરાજીથી રાખનાર વ્યક્તિ  સિવાય અન્ય કોઈ વ્યક્તિ  તેનો ઉપયોગ કરી શકશે નહીં તેમજ ખુલ્લા પ્લોટ હરાજીમાં રાખનાર વ્યક્તિને આયોજન અધિકારી સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી, દાંતાની કચેરી દ્વારા નક્કી કરેલ એજન્સી દ્વારા ટેન્ટનું બાંધકામ કરી આપવામાં આવશે. પ્લોટ હરાજી માટેનું કોષ્ટક નીચે મુજબ દર્શાવેલ છે. અન્ય બાકી રહેલ પ્લોટ રિઝર્વ રહેશે તેમજ તા.૧૧/૦૯/૨૦૨૨ના રોજ પ્લોટ ખાલી કરી દેવાના રહેશે તેમ આયોજન અધિકારી સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી, દાંતા  દ્વારા જણાવાયું છે.
અ. નં     પ્લોટ નંબર     કલર     ઉપયોગનો હેતુ
1    16 થી 65         રેડ    પ્રસાદ માટે
2    247 થી 273    રેડ    પ્રસાદ માટે
3    287 થી 345    રેડ    પ્રસાદ માટે
4    471 થી 488    રેડ    પ્રસાદ માટે
5    66 થી 99        ગ્રીન    ફૂડ માટે
6    224 થી 246    ગ્રીન    ફૂડ માટે
7    431 થી 470    ગ્રીન    ફૂડ માટે
8    100 થી 151    યલો    જનરલ
9    152 થી 223    યલો    જનરલ
10    358 થી 430    યલો    જનરલ
11    346 થી 357    બ્લુ    સરકારી વિભાગ
12    206 થી 209    પિંક    સખી મંડળ માટે

Screenshot_20220827_212855.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *