Gujarat

અમદાવાદ અમરાઈવાડીમાં તલવાર લાકડીથી હુમલો. ઘટના સીસીટીવીમાં કેદ.  

જીએનએ અમદાવાદ : અમદાવાદના અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. તલવાર અને લાકડીઓના ઘા મારી 2 યુવાનોને ગંભીર ઘાયલ કરાયા
અમદાવાદના અમરાઈવાડી ના ગોપાલનગરમાં ભર બપોરે અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે.  ત્રણ શખ્સો એ હાથ મા તલવાર અને લાકડી ઓ લઈ ને બે યુવાનો પર તુટી પડયા હતા અને
તલવાર વડે હુમલો કરતા બન્ને યુવકો ઈજાગ્રસ્ત બન્યા હતા.
આ હુમલામાં એક ની હાલત ગંભીર જણાતા તેને એલ જી હોસ્પિટલ મા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
જ્યારે આ અંગે ની જાણ અમરાઈવાડી પોલિસ ને કરાતા પોલિસ કાફલો ઘટના પર પહોંચ્યો હતો અને તપાસ શુરું કરાઈ છે. આરોપીઓ એ કરેલ તલવાર વડે હુમલાની સમગ્ર ઘટના CCTV મા કેદ થઈ હતી.

IMG-20220228-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *