Gujarat

અમદાવાદમાં દહેજ માટે પતિએ પત્નીને મારઝૂડ કરતા ફરિયાદ

અમદાવાદ
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન ૨૦૧૭માં થયાં હતાં. લગ્ન બાદ યુવતી તેની સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. થોડા સમય સુધી તેને સારી રીતે રાખવામા આવી હતી. પરંતું સમય જતાં તું વાંઝણી છે એમ કહીને સાસરિયાઓ મહેણાં ટોણાં મારવા માંડયા હતાં. તે ઉપરાંત સાસરીયાઓની ચઢામણીથી પતિ પણ તેની પત્નીને માર મારતો હતો. જાે કે ઘરસંસાર ના બગડે તે માટે યુવતી મુંગા મોઢે બધું સહન કરતી હતી. થોડા સમય બાદ તેના પતિએ દોઢ લાખ રૂપિયાની દહેજ પેટે માંગણી કરી હતી. જાે કે યુવતીએ દહેજ આપવાની ના પાડતાં પતિએ માર મારીને તને લંગડી બનાવી દઈશ એવી ધમકી આપી હતી. પતિના આકરા વલણથી કંટાળેલી પત્ની છેવટે તેના પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. પરંતું વડીલોની સમજાવટ બાદ યુવતી સાસરે જવા માટે તૈયાર થઈ ગઈ હતી. આ સમયે સાસરિયાઓએ યુવતીને રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ મામલે જેમ તેમ કરીને સમાધાન થયું અને ત્યાર બાદ સાસરિયાઓએ થોડો સમય રાખીને ફરીવાર કાઢી મુકી હતી. જેથી કંટાળેલી પત્નીએ તેના પતિ અને સાસરિયાઓ સામે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આજના યુગમાં સમાજ શિક્ષિત બન્યો છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. છતાંય સમાજમાં દહેજના દૂષણને ડામી નથી શકાયું. અમદાવાદ શહેરમાં દહેજના અનેક મામલાઓ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ત્યારે ફરીવાર દહેજના એક કિસ્સાએ પરીણિતાનું જીવન દુષ્કર બનાવ્યું છે. શહેરના દરિયાપુરમાં રહેતી પરીણિતાને તેના પતિએ દહેજ નહીં લાવે તો લંગડી બનાવી દેવાની ધમકી આપી હતી. પરીણિતાએ પતિથી કંટાળીને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

The-husband-threatened-the-wife.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *