Gujarat

અમદાવાદમાં નકલી પોલીસે મહિલાને મારમારી દાગીના પડાવ્યા

અમદાવાદ
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી મહિલા પગ લુછણિયા બનાવવાનું કામ કરે છે. બપોરે ૩ વાગે મહિલા રબારી કોલોની પાસેથી રિક્ષામાં બેઠી હતી અને અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર મહિલાને ઉતારવાનું હતું. તે પહેલાં રીક્ષા પાછળ એક બાઇક ચાલક આવ્યો તેણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. આ યુવક મહિલાને રીક્ષામાંથી ઉતારીને બાજુ પર લઇ ગયો અને મહિલાએ પહેરેલ બુટ્ટી બતાવવા કહ્યું મહિલાએ ના પાડતા યુવકે ૨ લાફા મારી દીધા હતાં. મહિલાએ તરત જ એક બુટ્ટી અને બુટ્ટીની સેર આપી દીધી જે બાદ યુવકે બીજી કાનની બુટ્ટી આપવા કહ્યું મહિલાએ મારના ડરથી બીજી બુટ્ટી અને સેર પણ આપી દીધી હતી. તમે જ્યાં કામ કરો છો તે જગ્યા બતાવો અને બુટ્ટી તથા સેર પોલીસ સ્ટેશનથી લઈ જજાે. મહિલા રીક્ષામાં બેસીને તેમના કામ કરવાની જગ્યા પર બાઇક ચાલકને લઇ જતા હતી.થોડે સુધી બાઇક ચાલક પાછળ આવતો દેખાતો હતો બાદમાં ત્યાંથી ગાયબ થઈ ગયો હતો.મહિલાએ આ અંગે કામ કરવાની જગ્યા પર જઈને અન્ય લોકો સાથે વાત કરી ત્યારે આ યુવક પોલીસના નામે મહિલાના દાગીના લઈને ફરાર થઇ ગયો હોવાની મહિલાને જાણ થઈ હતી. જેથી મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રિક્ષામાં જતી મહિલાને યુવકે પોલીસ હોવાની ઓળખ આપીને રીક્ષા અટકાવી તેને નીચે ઉતારી હતી. યુવકે માહિલાને લાફા મારીને મહિલાએ પહેરેલા સોનાના દાગીના ઉતરાવ્યા હતા.દાગીના યુવકે સાથે લઈ જઈ પોલીસ સ્ટેશનમાં આવી લઈ જવાનું કહ્યું હતું. ત્યાર બાદ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *