Gujarat

અમદાવાદમાં યુવકને અજાણ્યા લોકો પોલીસ કહી લઈ જઈ પૈસા અને ફોન પડાવ્યો

અમદાવાદ
અમદાવાદ શહેરમાં પાનકોર નાકા પાસે ચશ્માનો પથારો લગાવીને ગુજરાન ચલાવતા રિઝવાન નામનો યુવક તેના મિત્રના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ઢાલગરવાડ પહોંચતા ૨ અજાણ્યા ઈસમો બાઈક લઈને તેની પાસે આવીને ઊભા રહી ગયા હતા અને કહ્યું કે, અમે પોલીસ વાળા છીએ ચાલ અમારા બાઈક પર બેસી જા કહી ને પકડીને યુવકને પોલીસ સ્ટેશન લઇ જવાનું કહ્યું.જે બાદ બાઇક જમાલપુર તરફ સુમસામ જગ્યા પર લઇ ગયા હતા અને યુવકને બાઈક પરથી ઉતારીને લાફા મારીને તેનો મોબાઈલ ફોન લઈ લીધો જે બાદ મોબાઈલ નું લોક ખોલી ને તેમાં ફોન પે એપ્લિકેશન દ્વારા બેંક બેલેન્સ ચેક કર્યું ત્યારે બેંકમાં ૧૧૦૦૦ રૂપિયા હતા. જે બાદ નજીકમાં એક મોબાઈલ રિચાર્જ ની દુકાન હતી ત્યાં જઈને ત્યાંથી ૫૦૦૦ ફોન પે કરીને પાંચ હજાર રોકડા લઈ લીધા હતા. યુવક પાસેથી અન્ય કંઈ ન મળતાં યુવકને કહ્યું કે તું અમને બીજા દસ હજાર રૂપિયા આપી દે તો અમે તારો મોબાઈલ પાછો આપી દઇશું. જેથી યુવક કહ્યું કે મારા ઘરે ૧૦૦૦૦ રૂપિયા પડ્યા છે એ હું તમને આપી દઈશ. જે બાદ યુવકને તેના ઘર તરફ લઈને આવ્યા ત્યારે યુવકે આ અંગે નજીકના દુકાનદારને જણાવ્યું જેથી દુકાનદાર યુવકને લઈને કારંજ પોલીસ સ્ટેશન ગયો અને તેની સાથે બે પોલીસકર્મીઓ પણ આવ્યા હતા. યુવકની સાથે અન્ય લોકોને જાેઈને બાઈક પર આવેલા બે ઈસમો માંથી એક ઈસમ નાસી ગયો જ્યારે અન્ય બાઇક ચલાવનાર ઈસમ ભાગી રહ્યો હતો તેને પોલીસે પકડી પાડયો હતો. રિજવાને બંને આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધાવ્યો હતો.પોલીસે બાઇક ચાલકની ધરપકડ કરી હતી જેનું નામ શાહરુખ શેખ હતું જ્યારે અન્ય ફરાર થઈ ગયેલ આરોપીનું નામ અનિશ ટાંકી હતી.પકડાયેલ આરોપી પાસેથી ૨૫૦૦ રોકડ તથા મોબાઈલ ફોન મળી આવ્યો હતો જ્યારે અન્ય આરોપી ૨૫૦૦ લઈને નાસી ગયો છે.પાથરણા ચલાવીને ગુજરાન કરનાર યુવક ચાલતો જતો હતો ત્યારે તેને ૨ બાઇક ચાલકે આવીને પોલીસ તરીકે ઓળખાણ આપીને બાઇક પર લઈ ગયા બાદમાં રસ્તામાં યુવક પાસેથી ૫૦૦૦ રૂપિયા પડાવી લીધા અને બીજા ૧૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી ત્યારે યુવકે ઘરે પૈસા લેવા જવાનું કહીને પોલીસને જાણ કરતા પોલીસે બાઇક ચાલકમાંથી પાછળ બેસેલા ઇસમની ધરપકડ કરી છે જ્યારે અન્ય ઇસમ ફરાર થઇ ગયો છે. સમગ્ર મામળવ પાથરણા વાળા યુવકે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *