અમદાવાદ
અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં કાળા રંગની હોન્ડા સિટી કારમાં બ્લાસ્ટ થવાનો બનાવ બન્યો હતો. આ બનાવના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રસ્તે જતી કાર ઊભી રહે છે અને સેકન્ડોના સમયમાં જ તેમાં બ્લાસ્ટ થાય છે. જેમાં કારના ફૂરચે ફૂરચા ઉડી જાય છે તથા કાચ પણ ફૂટી જાય છે. બ્લાસ્ટ સમયે અંદર બે વ્યક્તિઓ પણ બેઠેલી હોય છે. પરંતુ સદનસીબે તેમનો આબાદ બચાવ થાય છે. બ્લાસ્ટના કારણે આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ ભરૂચમાં નર્મદા ચોકડી પાસે સીએનજી સ્ટેશન પર ગેસ ફિલિંગ વખતે કારની ટેન્ક ફાટતાં કારના ફુરચેફુરચા ઊડવા સાથે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. સીએનજી પમ્પ પર લાગેલા સીસીયીવીમાં બ્લાસ્ટની સમગ્ર ઘટના કેદ થઈ હતી. સદનસીબે સુરતના કોન્ટ્રેકટર પરિવાર અને સીએનજી પમ્પ પર હાજર સ્ટાફનો ચમત્કારિક બચાવ થયો હતો. ફિલર સહિત બે કારની ૪ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાને કારણે સીએનજી કારનું ચલણ વધ્યું છે. જાેકે કારને સીએનજી કરવાની સાથે તેમાં આગ લાગવાનું જાેખમ પણ તેટલું જ વધારે રહેતું હોય છે. ત્યારે અમદાવાદના શાસ્ત્રીનગરમાં સીએનજી કારમાં વિસ્ફોટની ઘટના સામે આવી છે. જાેકે આ બનાવમાં કોઈ જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી. ખાસ વાત એ છે કે બ્લાસ્ટ સમયે કારમાં જ બે યુવકો બેઠા હતા, પરંતુ તેમનો પણ આબાદ બચાવ થયો છે. હાલ આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
