અમદાવાદ
અમદાવાદ શહેરના અમરાઈવાડીના ભીલવાડા શ્રીનાથ નગર ગેટ-૧માં રહેતા પાલ જયવીરના ઘરે પડેલો ગેસનો બાટલો આખી રાત લીક થયો હતો. જાેકે જાણકારીના અભાવે પરિવારે સવારે ઘરની લાઈટ ચાલુ કરતા જ રૂમમાં પ્રસરેલો ગેસ તથા બાટલો ઘડાકા સાથે ફાટ્યો હતો. જેથી ત્રીજા માળે આવેલા રૂમને ભારે નુકસાન થયું હતું. ઘટનામાં એક કિશોર સહિત બે યુવકો ગંભીર રીતે દાઝી જતા તેમને ૧૦૮ મારફતે એલ.જી હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતા. સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડે આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ તેમજ એએમસી તંત્રને જાણ કરી હતી. એએમસીના એસ્ટેટ વિભાગની ટીમ ઘડાકાથી નુકશાન પામેલ જાેખમી રુમ ને ઉતારી લેવા કામે લાગી હતી. નોંધનીય છે કે આજ મકાનની નીચે લગ્નની તૈયારી કરતા પરિવારોનો આબાદ બચાવ થયો હતો. રૂમમાં દિવાલ પડતા જ તેઓ જાગીને સલામત સ્થળે ખસી ગયા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી.શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જેમાં આખી રાત ગેસનો બાટલો લીક થયા બાદ સવારે પરિવારે લાઈટ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ લાગી હતી. જેમાં એક કિશોર સહિત બે યુવકો ગંભીર રીતે દાજી ગયા હતા. ઘટનાની જાણ થતા જ ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા.


