વંદે ગુજરાત વિકાસ યાત્રા આવતીકાલે માળિયાહાટીનાના અપરાપુર(ગીર) અને કાત્રાસા તેમજ જૂનાગઢ તાલુકાના વડાલ અને ચોકી ગામે ગ્રામજનો આવકારશે.
ગુજરાત સરકારની ૨૦ સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાની સાથે પ્રજાલક્ષી યોજનાઓના લાભ આપવાની નેમ સાથે નીકળેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા આવતીકાલ તા.૧૩-૭-૨૦૨૨ના રોજ માળિયા હાટીનાના અમરાપુર(ગીર) ગામે ૯ કલાકે અને કાત્રાસા ગામે ૪:૩૦ કલાકે ઉપરાંત જૂનાગઢ તાલુકા વડાલ ગામમાં સવારે ૯ કલાકે અને ચોકી ગામે ૪:૩૦ કલાકે આવી પહોંચશે.
આ યાત્રાના માધ્યમથી જનહિતના વિકાસકામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવાની સાથે કેન્દ્ર રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
