Gujarat

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ ભયજનક ઇસમ સામે પાસા અધિનિયમ મુજબ કાર્યવાહી કરી જેલના સળીયા પાછળ ધકેલ્યો

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા માથાભારે ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ધારી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ.શ્રી ડી.સી.સાકરીયા નાઓ દ્વારા શરીર સબંધી ગુનાઓ કરવાની ટેવવાળા ભયજનક ઇસમ માવજીભાઇ પુનાભાઇ વાધેલા, રહેધારી, પ્રેમપર, તા.ધારી, જિ.અમરેલ વાળા વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.
આવા ભયજનક ઇસમની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ નાઓએ ભયજનક ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમે માવજીભાઇ પુનાભાઇ વાઘેલાને પાસા વોરટની બજવણી કરી, અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
ભયજનક ઇસમ માવજીભાઇ પુનાભાઇ વાઘેલાનો ગુનાહિત ઇતિહાસ
(૧) ધારી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૯૩૦૧૮૨૨૦૩૧૭/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ.
(૨) અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૨૦૪૦૮/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૩) ધારી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૨/૨૦૧૨, ઇ.પી.કો. કલમ ૩૨૪, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૪) ધારી પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૦૩/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૨૬, ૩૨૫, ૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૫) ધારી પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૭૭૮૨૦૧૯, પ્રોહી. કલમ ૬૬(બી), ૬૫(એક) મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220713-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *