અમરેલી પોલીસ અધિક્ષકશ્રી દ્વારા નાગેશ્રી પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન લેવામાં આવ્યું.
પોલીસ સ્ટેશનની કામગીરીના વાર્ષિક મુલ્યાંકન માટે દરવર્ષે જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનોનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, ગઇ તા.૦૭/૦૩/૨૦૨૨ ના રોજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ દ્વારા નાગેશ્રી પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવેલ હતું, આ ઇન્સ્પેક્શન દરમિયાન જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવેલ હતાં
ઇન્સ્પેક્શન પરેડઃ
જિલ્લા પોલીસ વડા દ્વારા નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી/કર્મચારીઓની પરેડ લેવામાં આવેલ અને પરેડ કૌશલ્ય, ટર્ન આઉટ જેવા પાસાઓ ચકાસવામાં આવેલ હતાં.
પોલીસ સ્ટેશનના રેકર્ડની તપાસણી
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી દ્વારા નાગેશ્રી પોલીસ સ્ટેશનના રેકર્ડની તપાસણી કરવામાં આવેલ વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી, નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી/કર્મચારીઓની ડીટેક્શન, આરોપીઓ પકડવાની કામગીરી, અટકાયતી પગલા, પ્રોહિબીશન અને જુગાર લગત કામગીરી, ટ્રાફિક લગત કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ. તેમની સારી કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવેલ તથા વધુ પરિણામલક્ષી કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.→પોલીસના પ્રશ્નોનું નિરાકરણ (પોલીસ દરબાર) જિલ્લા પોલીસ વડા દ્વારા નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓના વેલ્ફેર બાબતે ચર્ચા કરી તેમજ પોલીસ કર્મચારીના પ્રશ્નો સાંભળી યોગ્ય નિરાકરણ આવે તે માટે સંબંધિત વિભાગને સુચના આપી પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવેલ
લોકોના પ્રશ્નોનું નિરાકરણ (લોક દરબાર)
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી દ્વારા નાગેશ્રી પોલીસ સ્ટેશન ટીંબી ખાતે આ વિસ્તારના લોકો સાથે સંવાદ યોજી વિસ્તારમાંથી પધારેલા આગેવાનો, ખેડૂતો અને વેપારીઓ સાથે સંવાદ કરી કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી અને પોલીસ અધિક્ષક દ્વારા હાલના યુગમાં ટીનેજરો દ્વારા મોબાઈલના બિનજરૂરી અને વધુ પડતા ઉપયોગથી થતા નુકશાન બાબતે અને સાયબર ક્રાઇમ, ટ્રાફિક અંગે પણ હાજર લોકોને સમજ પૂરી પાડવામાં આવી હતી તેમજ લોકોને નીડર બની, તેમની ફરિયાદ નોંધાવવા તેમજ લોકોની આજુબાજુમાં બનતી કોઇ પણ અસામાજિક પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવા સમજ કરી.
અનુસુચિત જાતિ મહોલ્લા વિઝીટ:
જિલ્લા પોલીસ વડા દ્વારા નાગેશ્રી ટાઉનમાં આવેલ અનુસુચિત જાતિ રહેણાંક વિસ્તારની વિઝીટ કરવામાં આવેલ. અનુસુચિત જાતિના લોકો સાથે સંવાદ યોજી, બંધારણ દ્વારા મળેલ હક્કે અંગે માહિતી અને સમજ આપેલ તેમના બાળકોને શિક્ષણ અપાવવા અને વ્યસનથી દૂર રહેવા માર્ગદર્શન આપેલ. તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી, તેમની રજુઆતો સાંભળી, તેમના પ્રશ્નોના નિરાકરણ અંગે કાર્યવાહી કરવામાં આવેલ.
પોલીસ લાઇનની વિઝીટ:
જિલ્લા પોલીસ વડા દ્વારા નાગેશ્રી પોલીસ લાઇનની વિઝીટ કરી, પોલીસ લાઇનમાં રહેતા પોલીસ પરિવારોની મુલાકાત લીધેલ તથા પોલીસ લાઇનની સ્વચ્છતા અંગે મુલ્યાંકન કરેલ. પોલીસના રહેણાંક મકાનો લગત પ્રશ્નો અંગે પોલીસ પરિવારના મહિલાઓ સાથે ચર્ચા કરી, તેમની રજુઆતોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવેલ
સમાપન
વાર્ષિક તપાસણી પુર્ણ થતાં, વાર્ષિક કામગીરીનું મુલ્યાંકન કરી, નોટ રીડીંગ દરમ્યાન જિલ્લા પોલીસ વડા દ્વારા નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી/કર્મચારીઓને સારી બાબતોને જાળવી રાખવા અને ક્ષતિઓને સુધારવા જરૂરી સુચનો અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવેલ.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી



