Gujarat

અમરેલીમાં ચિતલ રોડ પરથી યુવાનને ૩૯ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો

અમરેલી
પોલીસ અધિક્ષક હિમકરસિંહે દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડ કરવા સુચના આપી હતી. ત્યારે અમરેલી એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. કરમટાની રાહબરી નીચે ટીમે અમરેલીના ચિતલ રોડ પર શ્રીરંગ સોસાયટીમાંથી પ્રિન્સ પંકજભાઈ પરમાર ( ઉ.વ. ૨૫) વિદેશી દારૂની બોટલ અને પાઉચ સાથે ઝડપી લીધો હતો. આ ગુનામાં પોલીસે દર્શન ઉર્ફે દગુ કમલેશભાઈ ધોળકીયા સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. રેઈડ દરમિયાન રૂપિયા ૩૩૧૫ની ૩૯ બોટલ દારૂ, રૂપિયા ૩૬૯૬ની ૪૪ દારૂના પાઉચ તથા મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૨૦૧૧નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂ સાથે ઝડપાયેલા પ્રિન્સ પરમાર સામે અગાઉ પણ અમરેલી સીટી પોલીસમાં ૬ અને ઉના પોલીસમાં ૧ ગુનો નોંધાયો હતો.અમરેલીના ચિતલ રોડ પર શ્રીરંગ સોસાયટીમાંથી એક ઈસમને એલસીબીએ ઈંગ્લીશ દારૂની ૩૯ બોટલ અને ૪૪ પાઉચ સાથે ઝડપી લીધો હતો. અહી મદદગારી કરનાર સામે પણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. એલસીબીએ રૂપિયા ૧૨૦૧૧નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

The-young-man-was-caught-with-39-bottles-of-English-liquor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *