જૂનાગઢ તાલુકા સેવા સદન આસપાસ બિનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા લોકોની અરજીઓ લખાવી વધુ પૈસા લેવાતા હોવાની શહેરી મામલતદાર સહિતના અધિકારીઓને જાણ થતાં કચેરીની ૩૦૦ મીટરની ત્રીજ્યામાં બીનઅધિકૃત રીતે અરજીઓ લખતા શખ્સો સામે અગાઉ બહાર પડેલ જાહેરનામાંનો અમલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.
તા.૨૨ જુલાઇના રોજ બી ડિવીઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ ખાતે જાણ કરતા પોલીસે ૯ શખ્સોને પાકડી IPC કલમ-૧૮૮ મુજબ કાર્યવાહી કરાયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મામલતદાર કચેરીમાં સોગંદનામાં સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. જન સેવામાં તમામ પ્રકારની મદદ પણ કરવામાં આવે છે. લોકોને જનસેવા ના કેન્દ્રનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.
